AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર: અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ, દર્દીઓ, વૃદ્ધોને પારાવાર હાલાકી- Video

સુરેન્દ્રનગર: અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ, દર્દીઓ, વૃદ્ધોને પારાવાર હાલાકી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2026 | 6:32 PM
Share

સુરેન્દ્રનગરના અકાળાથી પાસવાડા ગામનો રસ્તો ભયંકર રીતે બિસમાર બન્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ખાસ કરીને દર્દીઓને પારાવારા હાલાકી પડી રહી છે. મુખ્ય રોડ સુધી 3 કિલોમીટર ચાલીને જવાની ફરજ પડી રહી છે.

સુરેન્દ્રનગરના અકાળાથી પાસવાડા ગામનો રસ્તો અત્યંત બિસમાર બન્યો હોવા છતા તંત્ર દ્વારા તેનુ કોઈ સમારકામ કરાઈ રહ્યુ નથી. ઉબડખાબડ રોડને કારણે ગામમાં મ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. બીજી તરપ નર્મદા નિગમનો વાલ્વ લીકેજ થવાને કારણે રોડ પર પાણી ભરાયા છે. ગામલોકો તાત્કાલિક લીકેજ વાલ્વ બદલવાની માગ કરી રહ્યા છે.

બિસ્માર રસ્તાને કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દર્દીઓને પારાવાર હાલાકી પડી રહી છે. મુખ્ય રોડ સુધી પહોંચવા માટે 3 કિલોમીટર સુધી પગપાળા જવાની ફરજ પડી રહી છે. તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે.

એક તરફ વાલ્વ લીકેજથી પીવાના પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે. અને બીજી તરફ રસ્તા પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓ આ મુદ્દે વારંવાર રજૂઆત કરી ચુક્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું.

 

સુરતમાં કારીગરોની હડતાળ દરમિયાન પોલીસ પર પથ્થરમારો, 500થી વધુ લોકોના ટોળા સામે નોંધાયો ગુનો- Video

Published on: Aug 17, 2026 06:31 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">