AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં કારીગરોની હડતાળ દરમિયાન પોલીસ પર પથ્થરમારો, 500થી વધુ લોકોના ટોળા સામે નોંધાયો ગુનો- Video

સુરતના કારીગરો પગાર કપાત નહીં, ફરજિયાત રજા અને બોનસ સહિતની માગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. દેખાવો દરમિયાન પોલીસ પર હુમલાના આરોપસર 500 થી વધુ કારીગરોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે CCTV ફૂટેજ આધારે પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2026 | 5:42 PM
Share

ટેક્સ્ટાઈલ હબ ગણાતા સુરતમાં ગઈકાલે રવિવારે પણ એમ્બ્રોઈડરીના કારીગરો હડતાળ પર ઉતર્યા હતા. જે બાદ આજે શહેરના અમરોલીમાં વિસ્તારમાં પણ કામદારો હડતાળ પર ઉતર્યા છે. કારીગરો છેલ્લા બે દિવસથી પગાર કપાત નહીં, રજા અને બોનસ સહિતની માગ સાથે દેખાવ કરી રહ્યા છે. આ દેખાવો દરમિયાન કેટલાક કારીગરો દ્વારા પોલીસ પર હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસ પર હુમલો કરવાના આરોપસર કૂલ 500 લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. પોલીસે પથ્થરમારો કરનારા લોકોની ઓળખ કરવા માટેની કવાયત હાથ ધરી છે. CCTV ફુટેજ તેમજ અન્ય પુરાવા આધારે લોકોની ઓળખ પરેડ કરવાની કવાયત શરૂ કરાઈ છે.

ઉલ્લેખનિય છે કે રવિવારે પણ સુરતના અંજની ઈન્ડસ્ટ્રી, અમરોલી અને કતારગામના એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં કારીગરો હડતાળ પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં કારીગરો હડતાળ પર ઉતરતા પોલીસ કમિશનરે વેદાંત ઈન્ડસ્ટ્રી ખાતે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ક્રાઈમ બ્રાંચ, SOG, PCB ની ટીમોએ પણ કારીગરોને સમજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા. દર રવિવારે ફરજિયાત રજા આપવાની માગ સાથે કારીગરો હડતાળ પર ઉતરી ગયા છે. આખા મહિના દરમિયાન નિયમિત રજા ન મળતા કામદારોમાં ભારે રોષ ફેલાયો છે. શ્રમિકોએ કામકાજથી અળગા રહીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કારીગરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી તેઓ હડતાળ જારી રાખશે. જે બાદ આજે અમરોલી વિસ્તારમાં પણ કારીગરોએ હડતાળ કરી તેમની માગો મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Input Credit- Baldev Suthar- Surat

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં રવિવારની રજા મુદ્દે કારીગરોની મોટાપાયે હડતાળ, પોલીસ કાફલો કરવો પડ્યો તૈનાત-Video

Follow Us
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
g clip-path="url(#clip0_868_265)">