AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભૂતપૂર્વ ક્રિકેટરે મમતા બેનર્જીની પાર્ટી પર ખંડણીનો આરોપ લગાવ્યો, TMCને કહ્યું- ટાટા.. બાય બાય..

પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ટીએમસી છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણી લડવા માટે તેમની પાસે 5 કરોડ માંગવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ના પાડી દીધી. તેમજ અનેક ખુલાસા કર્યા છે.

Breaking News  : ભૂતપૂર્વ ક્રિકેટરે મમતા બેનર્જીની પાર્ટી પર ખંડણીનો આરોપ લગાવ્યો, TMCને કહ્યું- ટાટા.. બાય બાય..
| Updated on: May 07, 2026 | 1:04 PM
Share

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ તૃણમૃલ કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડ્યો હતો. ટીએમસીની પશ્ચિમ બંગાળમાં કારમી હારના એક દિવસ પછી મનોજ તિવારીએ આરોપ લગાવ્યો કે, પાર્ટી તેને હાવડાની શિબપુર સીટમાંથી ટિકિટ આપવાની ના પાડી હતી.કારણ કે, મનોજ તિવારીએ 5 કરોડ રુપિયા આપવાની ના પાડી હતી.મનોજે કહ્યું, “મને આ કારમી હારથી બિલકુલ આશ્ચર્ય થયું નથી. જ્યારે આખી પાર્ટી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી હોય અને કોઈપણ ક્ષેત્રમાં કોઈ વિકાસ ન થાય, તો આવું થવું જ જોઈએ.”

5 કરોડ રુપિયા માંગ્યા

તમને જણાવી દઈએ કે, મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારમાં રમતગમત મંત્રી રહી ચૂક્યા હતા. પાર્ટી છોડવાની જાહેરાત કરતા મનોજ તિવારીએ કહ્યું કે, માત્ર એ લોકો ટિકિટ ખરીદી શક્યા જે મોટી માત્રામાં પૈસા આપી શકતા હતા. આ વખત ઓછામાં ઓછા 70 થી 72 ઉમેદવારોને ટિકિટ આપવા માટે 5 કરોડ રુપિયા માંગ્યા હતા. મારી પાસે પણ માંગ્યા હતા પરંતુ મે પૈસા આપવાની ના પાડી હતી. તિવારીએ કહ્યું મારા માટે તૃણમૃણની વાત આવે તો આ અધ્યાય અહી જ પૂર્ણ થયો છે. મનોજ તિવારીએ છેલ્લી વખત 2021માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેમણે જીત પણ મેળવી હતી.

આટલું જ નહી મનોજ તિવારીએ કહ્યું હાવડા જિલ્લામાં સીવેજ અને ડ્રોનેજ પ્રણાલી ખરાબ થવાની જુની સમસ્યા તેમણે અનેક વખત પ્રયાસ કર્યા બાદ હજુ કોઈ નિરાકણ આવ્યું નથી.

રાજકારણમાં આવવાનો મારો કોઈ ઈરાદો નહોતો

મનોજે કહ્યું, “તે સમયે, હું IPLમાં પંજાબ કિંગ્સ માટે રમી રહ્યો હતો અને રણજી ટ્રોફીમાં રમવા માટે ગંભીર હતો. તે સમયે, દીદી (મમતા) ઇચ્છતી હતી કે, હું લોકસભા ચૂંટણી લડું. મેં ના પાડી, પરંતુ 2021 ની ચૂંટણી પહેલા, દીદીએ મને ફરીથી ફોન કર્યો અને કહ્યું, ‘મનોજ, મારી પાસે તમારા માટે એક સંદેશ છે, ‘ મને શિવપુરથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું. મને લાગ્યું કે હું અર્થપૂર્ણ ફરક લાવી શકું છું.”

તમને જણાવી દઈએ કે,બંગાળની રાજનીતિમાં 4 મેના રોજ એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. મેદિનીપુરના લાડલા સુવેન્દુ અધિકારીએ માત્ર પોતાનો ગઢ બચાવ્યો નથી પરંતુ ભવાનીપુર સીટ પરથી મમતા બેનર્જીને માત આપી આખા દેશને ચોંકાવી દીધું છે.

કાનુની સવાલ : જો મમતા બેનર્જી રાજીનામું ના આપે તો ? કાયદો શું કહે છે તે જાણો અહી ક્લિક કરો

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">