AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

55 વર્ષમાં વનડે ક્રિકેટનો મોટો રેકોર્ડ, 5000 મેચ સાથે ODI ફોર્મેટ પહોંચ્યું ઐતિહાસિક મુકામ પર

વનડે ક્રિકેટના 55 વર્ષના લાંબા ઇતિહાસમાં એક વધુ ઐતિહાસિક પાનું ઉમેરાયું છે. સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે રમાયેલી મેચ માત્ર સામાન્ય મુકાબલો નહોતો, પરંતુ ODI ક્રિકેટની 5000મી મેચ બની હતી. 1971માં શરૂ થયેલા આ ફોર્મેટે અનેક ફેરફારો જોયા છે અને આજે પણ ક્રિકેટ ચાહકોમાં તેની ખાસ લોકપ્રિયતા યથાવત છે.

55 વર્ષમાં વનડે ક્રિકેટનો મોટો રેકોર્ડ, 5000 મેચ સાથે ODI ફોર્મેટ પહોંચ્યું ઐતિહાસિક મુકામ પર
5000 ODI matchImage Credit source: X
| Updated on: Aug 07, 2026 | 9:32 PM
Share

વનડે ક્રિકેટના ઇતિહાસમાં શુક્રવાર, 7 ઓગસ્ટ 2026નો દિવસ યાદગાર બની ગયો. ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટુ 2023-27માં સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે ડ્યુનેડિનમાં રમાયેલી મેચ ODI ક્રિકેટની 5000મી મેચ બની હતી. આ સાથે 55 વર્ષ જૂના વનડે ફોર્મેટે એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

પ્રથમ ODI ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ

વનડે ક્રિકેટની શરૂઆત 5 જાન્યુઆરી 1971ના રોજ થઈ હતી. પ્રથમ ODI મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી જીત મેળવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ODI ફોર્મેટે ક્રિકેટની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

1000મી મેચ ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે યોજાઈ

ODI ક્રિકેટની 1000મી મેચ 1995માં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નોટિંગહામમાં રમાઈ હતી. ત્યારબાદ 2000મી મેચ 2003માં, 3000મી મેચ 2010માં અને 4000મી મેચ 2018માં રમાઈ હતી. હવે 2026માં સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચેની મેચ સાથે ODI ક્રિકેટ 5000 મેચના આંકડા સુધી પહોંચી ગયું છે.

વેસ્ટ ઈન્ડિઝ-ઓસ્ટ્રેલિયા-ભારતનું વર્ચસ્વ

વનડે ક્રિકેટના શરૂઆતના વર્ષોમાં વેસ્ટ ઈન્ડિઝનું વર્ચસ્વ રહ્યું હતું. ટીમે સતત બે વર્લ્ડ કપ જીત્યા હતા, પરંતુ સમય જતાં તેનું પ્રદર્શન ઘટતું ગયું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ વનડે ક્રિકેટ પર રાજ કર્યું એન આજે પણ તેઓ ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન છે. બીજી તરફ ભારતીય ટીમે ધીમે ધીમે ODI ફોર્મેટમાં પોતાની તાકાત વધારી અને આજે વિશ્વની સૌથી સફળ ટીમોમાં સામેલ છે.

ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ ODI મેચ રમી

ભારતીય ટીમ હાલમાં સૌથી વધુ ODI મેચ રમનાર ટીમ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 1081 વનડે મેચ રમી છે, જેમાં 575 જીત, 452 હાર, 10 ટાઈ અને 44 મેચનું પરિણામ આવ્યું નથી. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા 1025 મેચ સાથે બીજા અને પાકિસ્તાન 1002 મેચ સાથે ત્રીજા સ્થાને છે.

T20 ક્રિકેટના યુગમાં પણ વનડે ફોર્મેટનું મહત્વ

T20 ક્રિકેટના આગમન છતાં વનડે ફોર્મેટનું મહત્વ ઓછું થયું નથી. વર્લ્ડ કપ જેવા મોટા મંચને કારણે ચાહકો આજે પણ ODI ક્રિકેટની આતુરતાથી રાહ જુએ છે. 5000મી મેચ સાથે આ ફોર્મેટે સાબિત કર્યું છે કે ક્રિકેટ જગતમાં તેની લોકપ્રિયતા હજુ પણ મજબૂત છે.

IND vs SL: પ્રેક્ટિસ મેચમાં જ ટીમ ઈન્ડિયાની પોલ ખૂલી ગઈ, બોલરો વિકેટ માટે તરસ્યા

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">