AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘવારી વચ્ચે કમાણીની તક! FMCG સેક્ટરના આ ‘3 શેર’ કરાવી શકે છે ‘જોરદાર નફો’

દેશમાં એપ્રિલ મહિનામાં છૂટક મોંઘવારી દર વધીને 3.48 ટકા પર પહોંચી ગયો છે, જેનાથી સામાન્ય જનતા અને રોકાણકારોની ચિંતા વધી છે. એવામાં બજારના નિષ્ણાતોના મતે, મોંઘવારીના આ સમયમાં FMCG સેક્ટરના મજબૂત સ્ટોક્સ રોકાણકારોને સારો એવો નફો અપાવી શકે છે.

| Updated on: May 16, 2026 | 8:49 PM
Share
દેશમાં છૂટક મોંઘવારી દર એપ્રિલ 2026માં વધીને 3.48 ટકા પર પહોંચી ગયો છે. જો કે, આ હજી પણ આરબીઆઈ (RBI) ની નક્કી કરેલી મર્યાદામાં છે પરંતુ સતત વધતી મોંઘવારીએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. આવા માહોલમાં રોકાણકારો એવી કંપનીઓની શોધ કરે છે કે, જેના બિઝનેસ પર મોંઘવારીની વધારે અસર ન પડે. ખાસ કરીને એફએમસીજી (FMCG) સેક્ટરની કંપનીઓ આ સ્થિતિમાં મજબૂત માનવામાં આવે છે, કારણ કે તેમની પ્રોડક્ટ્સ રોજિંદી જરૂરિયાતો સાથે જોડાયેલી હોય છે.

1 / 5
હિન્દુસ્તાન યુનિલિવર દેશની સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક છે. કંપનીના સાબુ, ચા અને ઘરવપરાશની પ્રોડક્ટ્સ રોજિંદી જરૂરિયાતનો હિસ્સો છે. આ જ કારણે કિંમત વધ્યા પછી પણ લોકો આ પ્રોડક્ટ્સ ખરીદવાનું ચાલુ રાખે છે. કાચા માલનો ખર્ચ વધવા પર કંપની કિંમતોમાં વધારો કરી શકે છે અને તેનાથી વેચાણ પર ખાસ અસર પડતી નથી. ચોથા ક્વાર્ટરમાં (Q4 FY26) કંપનીના વેચાણ અને નફા બંનેમાં વધારો નોંધાયો હતો. કંપની ડિજિટલ જાહેરાતો અને નવી પ્રોડક્ટ્સ પર પણ ઝડપથી કામ કરી રહી છે. 15 મેના રોજ કંપનીનો શેર 1.05 ટકાના ઉછાળા સાથે 2272 રૂપિયા પર બંધ થયો હતો. આ શેરે પોતાના રોકાણકારોને છેલ્લા એક વર્ષમાં -4.73 ટકાનું રિટર્ન આપ્યું છે.

2 / 5
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પણ મોંઘવારીના આ સમયમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. કંપનીની ગુડનાઈટ (Goodknight), હીટ (HIT) અને સિંથોલ (Cinthol) જેવી બ્રાન્ડ્સ બજારમાં ખૂબ લોકપ્રિય છે. ગ્રાહકો રોજિંદા વપરાશની આ પ્રોડક્ટ્સને કિંમત વધ્યા પછી પણ ખરીદવાનું ચાલુ રાખે છે. ચોથા ક્વાર્ટરમાં (Q4 FY26) કંપનીની આવક 11 ટકા વધી છે, જ્યારે ઇબિટડા (EBITDA) માં પણ 10 ટકાની ગ્રોથ નોંધાઈ છે. કંપનીનું કહેવું છે કે, ભારતની સાથે-સાથે ઇન્ડોનેશિયા અને આફ્રિકાના બિઝનેસમાં પણ સારા પ્રદર્શનની આશા છે. મજબૂત બ્રાન્ડ વેલ્યુ કંપનીને કિંમત વધારવાની તાકાત આપે છે. 15 મેના રોજ કંપનીનો શેર 0.57 ટકાની તેજી સાથે 1039 રૂપિયા પર બંધ થયો હતો. આ શેરે પોતાના રોકાણકારોને છેલ્લા એક વર્ષમાં 21 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સને પણ મોંઘવારીના સમયે સારું પ્રદર્શન કરનારી કંપની માનવામાં આવી રહી છે. ટાટા ટી (Tata Tea) અને ટેટલી (Tetley) જેવી બ્રાન્ડ્સ બજાર પર મજબૂત પકડ ધરાવે છે. ચા એક એવી પ્રોડક્ટ છે કે, જેને લોકો સરળતાથી બદલવાનું પસંદ કરતા નથી, તેથી કંપની કિંમત વધારીને પણ માંગ જાળવી રાખી શકે છે.

4 / 5
ચોથા ક્વાર્ટરમાં (Q4 FY26) કંપનીની આવકમાં 18 ટકાનો વધારો થયો છે, જ્યારે ઇબિટડા (EBITDA) અને નફામાં પણ મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. સંપન્ન (Sampann) બ્રાન્ડે પણ શાનદાર ગ્રોથ નોંધાવ્યો છે. 15 મેના રોજ કંપનીનો શેર 0.46 ટકાની તેજી સાથે 1234 રૂપિયા પર બંધ થયો હતો. આ શેરે પોતાના રોકાણકારોને છેલ્લા એક વર્ષમાં 93 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

રોકાણકારો માટે ‘મોટી તક’! બ્રોકરેજે આ સ્ટોકમાં આપ્યું ‘BUY’ રેટિંગ, ટાર્ગેટ પણ વધાર્યો

Follow Us
આજનું રાશિફળ : પ્રમોશનથી વિદેશ તક સુધી, આજે કોનું ભાગ્ય ચમકશે?

દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની

ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર

Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો

વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ

દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી

g clip-path="url(#clip0_868_265)">