AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026 પહેલા BCCI એ ટીમ ઈન્ડિયા માટે 6 શ્રેણીની જાહેરાત કરી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

IPL પછી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું શેડ્યૂલ વ્યસ્ત રહેશે. વિદેશી પ્રવાસો ઉપરાંત, BCCI એ હવે ટીમ ઇન્ડિયા માટે 6 શ્રેણીઓની જાહેરાત કરી છે. BCCIએ ટીમ ઈન્ડિયાના આગામી 12 મહિનાનું શિડ્યુલ જાહેર કરી દીધું છે. આગામી એક વર્ષની અંદર ભારત ચાર દેશોની યજમાની કરશે.

Breaking News : IPL 2026 પહેલા BCCI એ ટીમ ઈન્ડિયા માટે 6 શ્રેણીની જાહેરાત કરી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
Team IndiaImage Credit source: X/BCCI
| Updated on: Mar 26, 2026 | 4:21 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાના આગામી 12 મહિનાનું આંતરરાષ્ટ્રીય શિડ્યુલ જાહેર કરી દીધું છે. BCCI એ તમામ ઘરેલું શ્રેણીઓની તારીખોની જાહેરાત કરી છે અને આગામી એક વર્ષમાં ભારત ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકાની યજમાની કરવાનું છે. ટીમ ઈન્ડિયાએ આગામી એક વર્ષમાં પોતાના ઘરઆંગણે કુલ 22 મેચો રમવાની છે, જે 17 શહેરોમાં રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વ્હાઇટ બોલ સિરીઝ

ટીમ ઈન્ડિયાની આ ઘરેલું સિઝનની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામેની વ્હાઇટ બોલ સિરીઝ (ODI અને T20) થી થશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભારત પ્રવાસ 27 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે, જે દરમિયાન બંને ટીમો વચ્ચે 3 વન-ડે અને 5 T20 મેચો રમાશે. તેના અંદાજે 2 મહિના બાદ શ્રીલંકાની ટીમ ભારત રમવા આવશે, જ્યાં 13 થી 27 ડિસેમ્બર દરમિયાન ત્રણ-ત્રણ વન-ડે અને T20 મેચોની શ્રેણી રમવાની છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવશે

વર્ષ 2027 ના જાન્યુઆરી મહિનામાં ઝિમ્બાબ્વેની ટીમ ભારત પ્રવાસે આવશે, જેણે 3 થી 9 જાન્યુઆરી સુધી ત્રણ વન-ડે મેચ રમવાની છે. બીજી તરફ, જાન્યુઆરી મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવશે. 21 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી આ બંને ટોચની ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે.

ટીમ ઈન્ડિયાનું ઘરેલું સિઝન શિડ્યુલ (2026-27)

  • વેસ્ટ ઈન્ડિઝ – 27 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર 2026, 3 ODI અને 5 T20
  • શ્રીલંકા – 13 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર 2026, 3 ODI અને 3 T20
  • ઝિમ્બાબ્વે – 3 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી 2027, 3 ODI
  • ઓસ્ટ્રેલિયા – 21 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરી 2027, 5 ટેસ્ટ મેચ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર ફોકસ?

આગામી એક વર્ષમાં ભારતને માત્ર એક જ ઘરેલું ટેસ્ટ શ્રેણી રમવાની હોવાથી, તેની WTC (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ફાઈનલ રમવાની આશા ઝાંખી પડતી દેખાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ અત્યારે છઠ્ઠા સ્થાન પર છે.

અફઘાનિસ્તાન-આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ સામે શ્રેણી

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પહેલા ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે વન-ડે શ્રેણી અને એક ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા T20 શ્રેણી રમવા માટે આયર્લેન્ડ જશે અને ત્યાંથી ઈંગ્લેન્ડ રવાના થશે, જ્યાં તેણે વન-ડે અને T20 શ્રેણી રમવાની છે.

Breaking News: વૈભવ સૂર્યવંશીના કારણે માત્ર એક જ મેચમાં જે ખેલાડીનું IPL કરિયર બરબાદ થયું તે કોણ છે?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">