AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિનલેન્ડના રોવાનિએમી અને ઓલુમાં નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી, ગુજરાતી સહિત વિદેશી નાગરિકો પણ ગરબાના તાલે ઝુમ્યા

ગરબો માત્ર પગલાંનો તાલ નથી; તે ગુજરાતની ઓળખ, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ અને સમગ્ર વિશ્વને એકતાના તાંતણે બાંધતી લાગણીનો ધબકાર છે.”

ફિનલેન્ડના રોવાનિએમી અને ઓલુમાં નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી, ગુજરાતી સહિત વિદેશી નાગરિકો પણ ગરબાના તાલે ઝુમ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2026 | 9:50 PM
Share

ગુજરાતના હૃદયમાં ધબકતો ગરબો જ્યારે હજારો કિલોમીટર દૂર યુરોપના બરફીલા પ્રદેશમાં ગુંજે, ત્યારે તે માત્ર નૃત્યનો અવાજ નથી રહેતો; તે પોતાની માટી સાથે જોડાયેલી લાગણી, સંસ્કૃતિનો ગૌરવગાન અને વિશ્વને એકસૂત્રે બાંધતો સ્નેહનો સૂર બની જાય છે. ફિનલેન્ડના રોવાનિએમી અને ઓલુ શહેરમાં નવરાત્રિ નિમિત્તે યોજાયેલી ગરબાની ઉજવણીએ આ જ ભાવનાને સાકાર કરી હતી. બંને શહેરોના કાર્યક્રમોમાં અંદાજે 700 જેટલા લોકોએ ભાગ લીધો હતો. ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત ફિનલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, ઈરાન અને યુરોપના અન્ય દેશોના નાગરિકોએ પણ ગરબાના તાલે ઝૂમીને ગુજરાતી સંસ્કૃતિની મહેક અનુભવી હતી.

રોવાનિએમીમાં યોજાયેલા કાર્યક્રમોમાં રંગબેરંગી ચણિયાચોળી, પરંપરાગત કેડિયાં, ગુજરાતી સંગીત અને ગરબાના તાલે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. વિદેશની ધરતી પર ઉજવાતી નવરાત્રિએ સાબિત કર્યું કે સંસ્કૃતિને જીવંત રાખવા માટે ભૌગોલિક અંતર ક્યારેય અવરોધ બનતું નથી. વતનથી દૂર વસતા ગુજરાતીઓ માટે આ ઉજવણી જાણે ગુજરાતની ધરતીનો સ્પર્શ અને બાળપણની યાદોને ફરી જીવંત કરવાનો અવસર બની હતી.

ગરબાની મહેક વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયાસ

રોવાનિએમીમાં ગરબાના આયોજકો હેત ગઢુલા અને હર્ષિલ desai તથા ઓલુમાં નવરાત્રિ કાર્યક્રમના આયોજક કચ્છના મૂળ વતની અને બાદમાં અમદાવાદમાં સ્થાયી થયેલા કસ્તુરભાઈ એ જણાવ્યું હતું કે, “ગરબાના માધ્યમથી ભારતના હાર્દસમા સાંસ્કૃતિક વારસાને ફિનલેન્ડમાં રજૂ કરવાનો અને ગરબાની મહેક ફેલાવવાનો અમારો પ્રયાસ છે. અહીં વસતા ગુજરાતીઓ ગરબાને ખૂબ યાદ કરે છે. આ કાર્યક્રમ તેમની એ લાગણીની ખોટ પૂરી કરવાનો અને સૌને એકસાથે લાવવાનો પ્રયાસ છે.”

‘ગરબાની લય અને તાલ ખરેખર અદ્ભુત છે’

આ ઉજવણીની સૌથી સુંદર બાબત એ હતી કે ગરબો માત્ર ભારતીય સમુદાય પૂરતો સીમિત રહ્યો નહોતો. અલગ-અલગ દેશોના નાગરિકોએ પણ તેમાં જોડાઈને ભારતીય સંસ્કૃતિને નજીકથી જાણી હતી. રોવાનિએમીના ડેપ્યુટી સિટી કાઉન્સિલર અને મૂળ બાંગ્લાદેશના મુસા નુરીએ જણાવ્યું હતું કે, “અહીં આ પ્રકારના તહેવારની ઉજવણી જોઈને મારા બાળપણની યાદો તાજી થઈ ગઈ. બાંગ્લાદેશમાં મારા ઘરની આસપાસ પણ ગરબાની ઉજવણી થતી હતી અને હું તેમાં ભાગ લેતો હતો. રોવાનિએમીમાં વિવિધ દેશોના લોકો વસે છે. આવા કાર્યક્રમોથી સૌને એકબીજાની સંસ્કૃતિ જાણવાની અને માણવાની તક મળે છે.”

ઈરાનના અલી ઘોલામી પત્ની અને બાળકો સાથે કાર્યક્રમમાં જોડાયા હતા. ગરબાનો અનુભવ કર્યા બાદ તેમણે કહ્યું હતું કે, “પહેલાં અમને ગરબા વિશે કોઈ ખાસ જાણકારી નહોતી. પરંતુ જ્યારે અમે ગરબા જોયા, ત્યારે સમજાયું કે આ ખરેખર અદ્ભુત નૃત્ય છે. તેની લય અને તાલ ખૂબ જ સુંદર છે. આ કાર્યક્રમમાં ભાગ લઈને અમને ખૂબ આનંદ થયો.”

મૂળ પાકિસ્તાનના અને બાદમાં મોરિશિયસમાં વસેલા અને હાલ ફિનલેન્ડમાં સ્થિત માલ્કમે પણ આ આયોજનને આવકારતાં જણાવ્યું હતું કે, “આ એક સુંદર કાર્યક્રમ છે. તેના માધ્યમથી અમને ભારતની સમૃદ્ધ અને સુંદર સંસ્કૃતિને જાણવાની તક મળી છે.”

શ્રીલંકાની નાગરિક સુભાષે ગરબાના ઊર્જાસભર સ્વરૂપની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, “ગરબા ખૂબ જ ઊર્જાસભર નૃત્ય છે. આ કાર્યક્રમ દ્વારા અમને ભારતીય સંસ્કૃતિને નજીકથી સમજવાનો અને માણવાનો અવસર મળ્યો છે.”

ફિનલેન્ડના યુરકિ હાવિક્કો અને રોવાનિએમી સિટીના એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી અન્ને મારિયા હાવિક્કોએ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમના માધ્યમથી અમને ભારતીય સંસ્કૃતિને જાણવાની તક મળી. અમે ગરબા રમ્યા અને ખરેખર ખૂબ આનંદ થયો. આ એક ઊર્જાસભર નૃત્ય છે અને તેમાં ભાગ લેવાનો અનુભવ અદ્ભુત રહ્યો.”

‘ગરબો એ વિદેશમાં વસતા ગુજ્જુઓ માટે ગુજરાતીપણાનો ધબકાર છે’

વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે ગરબો માત્ર એક નૃત્ય નથી; તે વતનની યાદ, સંસ્કાર અને પોતાની ઓળખ સાથે જોડાયેલી લાગણી છે.

અમદાવાદનાં જાગૃતિબહેન બેરડિયાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “ફિનલેન્ડમાં રહીને ગરબા રમવા મળે તેનાથી વધુ ખુશીની વાત બીજી શું હોઈ શકે? ગરબા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે અને ગુજરાતના હૃદયમાં વસતો ધબકાર છે.” સુરતના સ્વિટી પટેલના મતે, “ફિનલેન્ડમાં રહીને ગરબા રમવાની તક મળે એ જ બહુ આનંદની વાત છે.”

આણંદના ક્રિષ્નાના મતે, ગરબા તો હંમેશા દિલની નજીક છે, પણ આ પ્રોગ્રામ થકી વિવિધ દેશોના લોકોને પણ એક તાલના સુરે બાંધ્યા છે.

આ શબ્દોમાં વિદેશમાં વસતા અનેક ગુજરાતીઓની લાગણી પ્રતિબિંબિત થાય છે. પરિવાર અને વતનથી દૂર રહેતાં લોકો માટે નવરાત્રિ પોતાની પરંપરાઓને ફરી જીવંત કરવાનો, નવી પેઢીને સંસ્કૃતિનો વારસો સોંપવાનો અને પોતાની ધરતી સાથેનો ભાવનાત્મક સંબંધ વધુ મજબૂત કરવાનો અવસર છે.

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">