AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2025માંથી બહાર ફેંકાયું ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR, નંબર-1 RCB પણ બહાર થઈ જશે!

IPL 2025ના નવા શેડ્યૂલની બાકી રહેલી મેચોની શરૂઆત ખરાબ રહી હતી. આ સિઝનની 58મી અને નવા શેડ્યૂલની પહેલી જ મેચમાં વરસાદ વિલન બનતા મેચ રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થતાં KKRનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તૂટી ગયું હતું.

Breaking News : IPL 2025માંથી બહાર ફેંકાયું ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR, નંબર-1 RCB પણ બહાર થઈ જશે!
KKRImage Credit source: PTI
| Updated on: May 17, 2025 | 11:11 PM
Share

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નવા શેડ્યૂલની પહેલી મેચ હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની હતી, જોકે ટોસ પહેલા અને મેચના સમય દરમિયાન બેંગલુરુમાં સતત વરસાદ વરસ્તો રહ્યો, જેના કારણે ટોસ પણ ન થઈ શક્યો અને મેચ રદ્દ જાહેર કરવામાં આવી હતી.

KKR પ્લેઓફની રેસમાંથી બહાર

આ મેચ રદ્દ થવાની સાથે જ બંને ટીમણએ એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જો કે આ એક પોઈન્ટથી કોલકાતા નાઈટ રાઈડર્સને મોટું નુક્સાનથયું હતું. આ સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR ના હવે 12 મેચમાં 11 પોઈન્ટ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી તે ચોથી ટીમ છે.

RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર

મેચ રદ્દ થતા જ KKRની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું અને શાહરુખ ખાનની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. તો બીજી તરફ, RCB એ 12 મેચોમાં 17 પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. પણ તલવાર હજુ પણ તેના પર લટકી રહી છે.

શું RCB પણ બહાર થઈ જશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 17 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગઈ છે. પરંતુ તેમનો પ્લેઓફ બર્થ હજુ સુધી પુષ્ટિ થયેલ નથી. ગુજરાત ટાઇટન્સ હાલમાં 11 મેચમાંથી 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને હોવાથી તેમના બહાર થવાનો ખતરો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 12 મેચમાં 14પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો આ બંને ટીમો લીગ સ્ટેજમાં 18-18 પોઈન્ટ મેળવે છે અને બીજી તરફ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ 17 પોઈન્ટ સુધી પહોંચી જાય છે, તો RCB માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બનશે.

આ પણ વાંચો: IPL 2025 : વૈભવ સૂર્યવંશીને ડ્રોપ કરશે રાજસ્થાન રોયલ્સ? રાહુલ દ્રવિડે લેવો પડશે કડક નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">