ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક નોકરી માટે જગ્યા બહાર પાડી છે. બોર્ડને માર્કેટિંગ માટે જનરલ મેનેજરની જરુર છે. બોર્ડે આ ખાલી જગ્યાની વિગતો પોતાની ઓફિશયલ વેબસાઈટ પર જાહેર કરી છે. બીસીસીઆઈએ જણાવ્યું કે, આ પદ પર આવનાર અધિકારીનો 5 વર્ષનો કાર્યકાળ હશે, બોર્ડે એ પણ કહ્યું કે, આ પદ માટે કોણ-કોણ આવેદન કરી શકે છે. બીસીસીઆઈની ટીમ જોઈએ તો હાલમાં અધ્યક્ષ રોજર બન્ની છે. તેમજ સચિવ પદ પર જય શાહ કાર્યરત છે.
બીસીસીઆઈમાં જનરલ મેનેજરનું કામ માર્કેટિંગને લઈ હશે. તેમણે માર્કેટિંગને લઈ સંપૂર્ણ રણનીતિ બનાવવી પડશે. તેમણે માર્કેટિંગ માટે કેમ્પેન પણ તૈયાર કરવાનું રહેશે. આ માટે તે પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જરુરી છે. આ સાથે તેની ઉંમર 55 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજી કરનાર પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કે પછી ડિપ્લો કર્યા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો તેની પાસે 15 વર્ષનો અનુભવ હોવો જરુરી છે.
જો સેલેરીની વાત કરીએ તો બીસીસીઆઈના અધિકારીઓને સારી સેલેરી મળે છે. જો મીડિયા રિપોર્ટની વાત કરીએ તો બીસીસીઆઈ જનરલ મેનેજરને 3 થી4 કરોડ રુપિયાની સેલેરી મળે છે.જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. બીસીસીઆઈના અન્ય અધિકારીઓનો પગાર પણ ઘણો વધારે હોય છે.
જો તમે બીસીસીઆઈના જનરલ મેનેજરના પદ માટે અરજી કરવા માંગો છો તો આના માટે બીસીસીઆઈના ઈમેલ આઈડી પર અરજી મોકલવાની રહેશે. આ પદ માટે 26 ઓગસ્ટ 2024 સુધી તમે અરજી કરી શકો છો. ત્યારબાદ પ્રકિયા બંધ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકા પ્રવાસ ગઈ હતી. જ્યાં તે ટી20 સીરિઝ 3-0થી જીતી હતી. વનડે સીરિઝમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત-શ્રીલંકાની પહેલી વનડે ટાઈ થઈ હતી.પરંતુ ત્યારબાદ શ્રીલંકાએ સતત 2 મેચ જીતી અને સીરિઝ પર કબજો કર્યો હતો. તેના માટે આ જીત ઐતિહાસિક રહી હતી.