AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly: ક્રિકેટના ‘દાદા’ પર બનશે ફિલ્મ, આ બોલિવુડ સ્ટાર ગાંગુલીના પાત્રનો અભિનય કરશે

આ ફિલ્મ એક મોટા બેનર હેઠળ બનશે. જેનુ બજેટ 200થી 250 કરોડ રુપિયા સુધીનું હોય શકે છે. ફિલ્મમાં સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની યંગ લાઇફથી લઇને કેપ્ટનશીપ સુધીની તમામ વાતને આવરી લેવામાં આવશે.

Sourav Ganguly: ક્રિકેટના 'દાદા' પર બનશે ફિલ્મ, આ બોલિવુડ સ્ટાર ગાંગુલીના પાત્રનો અભિનય કરશે
Sourav Ganguly (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 5:39 PM
Share

મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની બાયોપિક ફિલ્મી પડદે સુપર ડુપર હિટ રહી હતી. તે ઉપરાંત સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને મહંમદઅઝહરુદ્દીનની રિયલ લાઈફને ફિલ્મી પડદે જોઈ ચુકાઈ છે. હવે BCCIના અધ્યક્ષ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની બાયોપીક જલદીથી જોવા મળી શકે છે. ખેલાડીઓ પર આધારીત અનેક ફિલ્મો બની ચુકી છે. જે દર્શકોને પસંદ પણ આવી છે. બોલિવુડ (Bollywood) પણ રમત જગતના ખેલાડીઓ આધારીત ફિલ્મોને શાનદાર રુપે બનાવી ચુક્યા છે.

બાયોપિકને લઈને દાદાએ ગ્રીન સિગ્નલ આપ્યું હોવાની જાણકારી આવી છે. દાદાએ હા ભરવાને લઈને લાંબા સમયથી જોવાઈ રહેલી રાહનો અંત આવી ચુક્યો છે. ફિલ્મ બનાવવાનો માર્ગ હવે સાફ થઈ ચુક્યો છે. સૌરવ ગાંગુલીએ આ અંગે પુષ્ટી કરી હતી. તેઓએ કહ્યું હતુ કે હા મેં બાયોપિકને લઈને હા કહી છે. જે હિન્દીમાં હશે. તેના નિર્દેશક કોણ હશે, તે હું અત્યારે આપનેથી બતાવી શકતો. કેટલીક બાબતો સ્પષ્ટ થવામાં હજુ કેટલાક વધુ દિવસો લાગી શકે છે.

સૌરવ ગાંગુલીના રોલ માટે રણબીર કપૂર સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મ એક મોટા બેનર હેઠળ બનશે. જેનુ બજેટ 200થી 250 કરોડ રુપિયા સુધીનું હોય શકે છે. જોકે આ પહેલા મીડિયા રિપોર્ટ મુજબ સૌરવ ગાંગુલી આધારીત ફિલ્મમાં ઋત્વિક રોશન લીડ રોલ કરશે.

જે ફિલ્મ ધર્મા પ્રોડકશનના બેનર હેઠળ બનશે. જોકે ગાંગુલી અને ઋત્વીક બંને એ વખતે આ અંગે કંઈ પણ કહેવાથી બચી રહ્યા હતા. ફિલ્મ માટે ગાંગુલીને સૌથી પહેલા ફિલ્મ મેકર એકતા કપૂર અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયો એપ્રોચ કર્યો હતો. જોકે તે વખતે તેમનીએ ઓફરને નકારી કઢાઈ હતી.

ગાંગુલીએ જાતે અભિનેતાના નામ પર લગાવી મહોર

જો કે હવે ફિલ્મને લઈને કેટલીક નવી જાણકારીઓ સામે આવી રહી છે. જે મુજબ પ્રોડકશન હાઉસ સાથે અનેક બેઠકો યોજવા બાદ રણવીર કપૂર (Ranbir kapoor)ના નામને પસંદ કરવામાં આવ્યું છે. જે મુજબ રણવીર કપૂરના નામ પર સૌરવ ગાંગુલીએ જાતે મહોર લગાવી છે.

સુત્રો મુજબ ગાંગુલીની યંગ લાઈફથી લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટર સુધીને કહાની બતાવવામાં આવશે. ફિલ્મમાં તેની કેપ્ટનશીપની કહાની ઉપરાંત ભારતીય ક્રિકેટમાં તેણે સંભાળેલા અધિકારીક પદોની દાસ્તાન પણ સામેલ હશે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, તે નિશ્વિત નથી. જોકે હાલમાં સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યુ છે.

આ પણ વાંચોઃ Yashpal Sharma Death: વિશ્વકપ 1983 ના હિરો યશપાલ શર્માના કરિયરને દિશા આપવાનું કામ દિલીપકુમારે કર્યું હતું

g clip-path="url(#clip0_868_265)">