બેન સ્ટોક્સે 9 મહિના બાદ કરી બોલિંગ, પહેલા જ બોલ પર થયો કમાલ, જુઓ Video

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સને ગયા વર્ષે ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તેથી જ તે બોલિંગ કરી રહ્યો ન હતો, પરંતુ ધર્મશાળા ટેસ્ટ મેચ પહેલા તેણે ઈશારો કર્યો હતો કે તે બોલિંગ કરશે અને તેણે તેમ કર્યું. નવ મહિના પછી સ્ટોક્સે બોલિંગ કરી અને પહેલા જ બોલ પર રોહિતને બોલ્ડ કર્યો હતો.

બેન સ્ટોક્સે 9 મહિના બાદ કરી બોલિંગ, પહેલા જ બોલ પર થયો કમાલ, જુઓ Video
Ben Stokes
Follow Us:
| Updated on: Mar 08, 2024 | 6:24 PM

ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ એક ઉત્તમ ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. પરંતુ તે લાંબા સમયથી બોલિંગ કરી રહ્યો ન હતો. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ સિરીઝમાં પણ બેન સ્ટોક્સે બોલિંગ નહોતી કરી, પરંતુ ધર્મશાળામાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં સ્ટોક્સે બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પહેલા જ બોલ પર જ કંઈક એવું કર્યું કે જેણે જોયું તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

નવ મહિના પછી સ્ટોક્સે બોલિંગ કરી

ધર્મશાળા ટેસ્ટ મેચના બીજા દિવસે સ્ટોક્સે બોલિંગ કરી હતી. તે નવ મહિના પછી બોલિંગ કરી રહ્યો હતો અને પહેલા જ બોલ પર તેણે રોહિત શર્માની વિકેટ લીધી હતી. સ્ટોક્સે ધર્મશાળા ટેસ્ટ મેચ પહેલા જૂન 2023માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં છેલ્લી બોલિંગ કરી હતી. પરંતુ આ પછી તેને ન્યુઝીલેન્ડ શ્રેણી દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી જેના કારણે તે બોલિંગ કરી શક્યો ન હતો. જૂન 2023 પછી, સ્ટોક્સે માર્ચ 2024માં ટેસ્ટમાં બોલિંગ કરી હતી, એટલે કે લગભગ નવ મહિના પછી, સ્ટોક્સે ટેસ્ટમાં બોલિંગ કરી હતી.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

સ્ટોક્સે પહેલા જ બોલ પર રોહિતને બોલ્ડ કર્યો

સ્ટોક્સે ભારતની ઈનિંગની 62મી ઓવરમાં બોલ હાથમાં લીધો અને પહેલા જ બોલ પર રોહિતને બોલ્ડ કર્યો. સ્ટોક્સે બોલને ઓફ સ્ટમ્પની લાઈનમાં ફેંક્યો હતો. રોહિતને લાગ્યું કે આ બોલ અંદર આવશે પરંતુ બોલે છેલ્લી ક્ષણે દિશા બદલી અને સહેજ બહાર આવી ગયો. આ બોલ રોહિતના બેટથી દૂર ગયો અને સીધો ઓફ સ્ટમ્પમાં લાગ્યો.

રોહિત બોલને સમજી ન શક્યો

આ બોલ પર આઉટ થયા બાદ રોહિત પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. બોલ ક્યારે અને ક્યાં ગયો અને તેના સ્ટમ્પ પર અથડાયો તે તેને પોતે જ સમજાતું ન હતું. જો કે રોહિતે આઉટ થતા પહેલા પોતાની સદી પૂરી કરી લીધી હતી. રોહિતે 162 બોલમાં 103 રન બનાવ્યા જેમાં તેણે 13 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. રોહિત ભારતની બીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. આ સાથે રોહિત અને શુભમન ગિલ વચ્ચે 171 રનની ભાગીદારી પણ તૂટી ગઈ હતી.

ધર્મશાળા બોલિંગ કરવાના સંકેત આપ્યા હતા

સ્ટોક્સે ધર્મશાળા ટેસ્ટ મેચ પહેલા જ સંકેત આપી દીધા હતા કે તે પાંચમી ટેસ્ટ મેચમાં બોલિંગ કરી શકે છે. તેણે કહ્યું હતું કે તે શરૂઆતથી નેટ્સમાં બોલિંગ કરી રહ્યો છે અને સારું અનુભવી રહ્યો છે. જોકે, તેમણે મેડિકલ ટીમ સાથે વાત કરીને અંતિમ નિર્ણય લેવાનું કહ્યું હતું. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે પણ સંકેત આપ્યા હતા કે સ્ટોક્સ ધર્મશાળામાં બોલિંગ કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે સ્ટોક્સ સતત બોલિંગ કરે છે કે ક્યારેક જરૂર પડ્યે પાર્ટ ટાઈમ બોલર તરીકે બોલિંગ કરશે.

આ પણ વાંચો : ધર્મશાળા ટેસ્ટમાં ખરાબ સ્થિતિ સર્જાતા ઈંગ્લેન્ડના બહાના શરૂ થઈ ગયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">