BCCIએ પાકિસ્તાનની ઓફર ફગાવી, ચેમ્પિયન્સ ટ્રોફી માટે PCBની યુક્તિ કામ ન આવી

|

Oct 19, 2024 | 3:43 PM

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આ માટે PCBએ આ માટેનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, જેને ICC દ્વારા મંજૂરી મળવાની બાકી છે. જેમાં ટીમ ઈન્ડિયાને લાહોરમાં રહેવા અને રમવાની ઓફર કરવામાં આવી હતી. હવે PCBએ ભારતને ચંદીગઢ, મોહાલી અથવા દિલ્હી પરત ફરવાની ઓફર કરી છે. જોકે આ ઓફર કરવાની પાકિસ્તાનની યુક્તિ પણ નિષ્ફળ ગઈ છે.

BCCIએ પાકિસ્તાનની ઓફર ફગાવી, ચેમ્પિયન્સ ટ્રોફી માટે PCBની યુક્તિ કામ ન આવી
BCCI Rejected Pakistan's Offer
Image Credit source: AFP/PTI

Follow us on

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનના હાથમાં છે. તેનું આયોજન ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થવાનું છે. ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવાના સમાચાર વચ્ચે ટૂર્નામેન્ટ હારવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. તેને જોતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCC સમક્ષ નવી ઓફર મૂકી હતી. ક્રિકબઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે PCBએ ટીમ ઈન્ડિયાને પત્ર લખીને મેચ રમ્યા બાદ તે જ દિવસે પરત ફરવાની ઓફર કરી છે. આમાં મદદની ખાતરી પણ આપી છે. હવે ભારતીય બોર્ડે આ દાવાને ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે BCCIને PCB તરફથી આવો કોઈ પત્ર મળ્યો નથી.

PCBના દાવા પર BCCIએ શું કહ્યું?

ક્રિકબઝના અહેવાલ મુજબ, PCBએ કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયાને સુરક્ષાને લઈને કોઈ પ્રકારની ચિંતા છે અને તે પાકિસ્તાનમાં રહેવા માંગતી નથી. તેથી તે પોતાનો બેઝ કેમ્પ મોહાલી, ચંદીગઢ અથવા નવી દિલ્હીમાં સ્થાપિત કરી શકે છે. અને દરેક મેચ બાદ ભારતીય ટીમ પોતાના કેમ્પમાં પરત ફરી શકે છે. હવે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCIના એક વરિષ્ઠ અધિકારીએ આવી કોઈ ઓફર મેળવવાનો ઈન્કાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે લાહોરથી ભારતનું અંતર માત્ર થોડાક કિલોમીટર છે. તેને જોતા PCBએ BCCIને દરેક મેચ બાદ ભારત પરત ફરવાનો નવો વિકલ્પ આપ્યો હતો.

અંતિમ નિર્ણય ભારત સરકાર પર નિર્ભર

આપને જણાવી દઈએ કે પાકિસ્તાને 1996 થી કોઈ પણ ICC ટૂર્નામેન્ટનું આયોજન કર્યું નથી. આ વખતે તે ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવા માટે ઉત્સુક છે. આ માટે PCBએ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં યોજાનારી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ ICCને સુપરત કર્યું છે. પાકિસ્તાની બોર્ડ કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે અને વર્લ્ડ ક્લાસ ઈવેન્ટનું વચન આપ્યું છે. પરંતુ અંતિમ નિર્ણય માત્ર ભારત સરકાર પર નિર્ભર છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ECBએ શું કહ્યું?

ECB પ્રમુખ રિચાર્ડ ગોલ્ડ અને રિચર્ડ થોમ્પસન તાજેતરમાં PCB અધિકારીઓને મળ્યા હતા. બંનેએ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજવા, તેમાં ભારતીય ટીમની ભાગીદારી અને જય શાહની ભૂમિકા વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું ન હોવું ક્રિકેટના હિતમાં નથી. તેમનું માનવું છે કે પ્રસારણ અધિકાર બચાવવા માટે ભારતીય ટીમ હોવી જરૂરી છે. જો ભારત નહીં આવે તો હાઇબ્રિડ મોડલ જેવા અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેમના સ્થાને અન્ય કોઈ ટીમ ભાગ લઈ શકશે નહીં.

આ પણ વાંચો: IND vs NZ : સરફરાઝ ખાને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, 195 બોલમાં 150 રન બનાવી થયો આઉટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article