ધર્મશાલા ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને મળી ખુશખબર, BCCIએ વધાર્યો પગાર

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ ધર્મશાલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રને હરાવ્યું અને આ સાથે જ સિરીઝ 4-1થી જીતી લીધી. આના થોડા સમય બાદ BCCI સેક્રેટરી જય શાહે એક મોટી જાહેરાત કરી અને ખેલાડીઓની ફીમાં નોંધપાત્ર વધારો કર્યો.

ધર્મશાલા ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને મળી ખુશખબર, BCCIએ વધાર્યો પગાર
Indian Cricket Team
Follow Us:
| Updated on: Mar 09, 2024 | 3:24 PM

ટીમ ઈન્ડિયાએ જેવી જ ધર્મશાલામાં ઈંગ્લેન્ડને પાંચમી ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 64 રને હરાવતા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક મોટો નિર્ણય લીધો છે. જય શાહે કહ્યું કે બીસીસીઆઈ એ ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ટેસ્ટ ક્રિકેટ ઈનસેંટિવ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ ભારતીય ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે મળતી ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત એક સિઝનમાં 75 ટકા મેચ રમનાર ખેલાડીને પ્રતિ મેચ 45 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે પ્લેઈંગ-11માં ન હોય તેવા ખેલાડીને 22.5 લાખ રૂપિયા મળશે.

ભારતે ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 4-1થી હરાવ્યું છે. આ જીત ત્યારે મળી જ્યારે ભારત પહેલી ટેસ્ટ મેચમાં હારી ગયું હતું. આ સિરીઝમાં ભારતના ઘણા ટોપ ખેલાડીઓ પણ હાજર ન હતા. આ પછી બીસીસીઆઈ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ચોક્કસપણે ખેલાડીઓ ઘણા ખુશ થયા હશે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

આ છે સ્કીમ

આ સ્કીમ મુજબ જે ખેલાડીઓ એક સિઝનમાં ટીમની કુલ ટેસ્ટ મેચોના 75 ટકામાં પ્લેઈંગ-11માં સામેલ થશે તેમને પ્રતિ મેચ 45 લાખ રૂપિયાની કુલ ફી મળશે. જ્યારે 75 ટકા મેચોમાં માત્ર ટીમનો ભાગ હોય તેવા ખેલાડીઓને દરેક મેચ માટે 22.5 લાખ રૂપિયા મળશે. જ્યારે 50 ટકા મેચોમાં પ્લેઈંગ-11નો ભાગ બનેલા ખેલાડીઓને પ્રતિ મેચ કુલ 30 લાખ રૂપિયા મળશે, જ્યારે એટલી જ મેચોમાં ટીમનો ભાગ બનેલા ખેલાડીઓને પ્રતિ મેચ 15 લાખ રૂપિયા મળશે.

આનાથી ઓછા સમય માટે આ સ્કીમ લાગુ થશે નહીં. તેને વર્તમાન મેચ ફી મળશે. હાલમાં પ્લેઈંગ-11નો ભાગ બનેલા ખેલાડીઓને મેચ દીઠ 15 લાખ રૂપિયા મળે છે. આને વધુ સરળ રીતે સમજાવતા BCCIએ કહ્યું કે જો ટીમ ઈન્ડિયા એક સિઝનમાં કુલ 9 મેચ રમે છે, તો તેમાંથી 75 ટકા મેચનો નંબર 7 હશે અને આ મેચોમાં પ્લેઈંગ-11માં સામેલ ખેલાડીઓને 45 લાખ રૂપિયા મળશે. જ્યારે પ્લેઈંગ-11માં નહીં હોય તેવા ખેલાડીઓને 22.5 લાખ રૂપિયા મળશે.

જો કોઈ ખેલાડી નવ મેચમાંથી 50 ટકા એટલે કે 5-6 મેચોમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11નો ભાગ હોય તો તેને પ્રતિ મેચ 30 લાખ રૂપિયા મળશે અને જે ખેલાડી માત્ર ટીમમાં છે તેને મેચ દીઠ 15 લાખ રૂપિયા મળશે. આનાથી ઓછી હોય તેમને જ જૂની ફી મળશે.

આ છે કારણ

હાલમાં એવું જોવા મળ્યું કે કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટને સંપૂર્ણપણે અવગણીને આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી કારણ કે આઈપીએલમાં ઘણા પૈસા ચૂકવવામાં આવે છે. બીસીસીઆઈએ કદાચ આ બાબતનો સામનો કરવા માટે આ સ્કીમ શરૂ કરી છે. થોડા દિવસો પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની મેચ ફી વધારવા પર આગ્રહ કરી રહ્યું છે જેથી આ ટૂર્નામેન્ટને નજરઅંદાજ ન કરી શકાય.

આ પણ વાંચો: IND vs ENG: ભારતીય ટીમનો ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે એક ઈનીંગ અને 64 રનથી ભવ્ય વિજય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">