બાબર આઝમે છોડી પાકિસ્તાનની કેપ્ટન્સી, અડધી રાત્રે કરી જાહેરાત

બાબર આઝમે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. તે સફેદ બોલની ટીમનો કેપ્ટન હતો. બાબર આઝમે બીજી વખત કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. આ પહેલા તેણે ગયા વર્ષે રમાયેલા વનડે વર્લ્ડ કપ બાદ જ કેપ્ટનશીપ છોડી દીધી હતી.

બાબર આઝમે છોડી પાકિસ્તાનની કેપ્ટન્સી, અડધી રાત્રે કરી જાહેરાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2024 | 7:44 AM

બાબર આઝમ હવે ODI અને T20Iમાં પાકિસ્તાનનો કેપ્ટન નહીં હોય. તેણે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ બીજી વખત છે જ્યારે બાબર આઝમે પાકિસ્તાનની કેપ્ટન્સી છોડી હોય. બાબર આઝમે અડધી રાત્રે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની કેપ્ટનશીપ છોડવાની માહિતી શેર કરી હતી. બાબરે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે, જેથી તે પોતાની બેટિંગ અને રમત રમવા પર ધ્યાન આપી શકે. તેણે કહ્યું કે એક ખેલાડી તરીકે તે ટીમમાં યોગદાન આપતો રહેશે.

બીજી વખત પાકિસ્તાનની કેપ્ટનશીપ છોડી દીધી

જોકે, બાબર આઝમે ગયા વર્ષે ODI વર્લ્ડ કપ બાદ જ તરત જ પાકિસ્તાનની કેપ્ટન્સી છોડી દીધી હતી. પરંતુ, ત્યારબાદ આ વર્ષે એપ્રિલમાં, પીસીબીએ તેને સફેદ બોલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે રાખવાનો નિર્ણય લીધો હતો. બાબરની કપ્તાનીમાં પાકિસ્તાન આ વર્ષે ટી20 વર્લ્ડ કપ પણ રમ્યું હતું. હવે બાબર આઝમે પાકિસ્તાનની કેપ્ટન્સીમાંથી સંપૂર્ણ રીતે રાજીનામું આપી દીધું છે.

આજનું રાશિફળ તારીખ : 02-10-2024
ચિયા સીડ્સ ખાવાથી થાય છે હજારો ફાયદા,જાણો
આ ગુજરાતી સિંગર લોકડાયરાથી લઈ સ્ટેજ પ્રોગ્રામમાં ગીતની રમઝટ બોલાવે છે
Yoga for Heart : હૃદયને રાખો હેલ્ધી, રોજ કરો આ 5 યોગાસન
દૂધ બેસીને નહીં પણ ઊભા ઊભા પીવુ જોઈએ, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 01-10-2024

સોશિયલ મીડિયા દ્વારા કરી જાહેરાત

બાબર આઝમે સુકાની પદ છોડવાનો નિર્ણય સોશિયલ મીડિયા પર જાહેર કર્યો, જેમાં તેણે આ નિર્ણય શા માટે લઈ રહ્યો છે તે પણ જણાવ્યું. બાબર આઝમે ચાહકોને પોતાના સંદેશમાં લખ્યું છે કે મેં તાત્કાલિક અસરથી કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. મને કેપ્ટનશિપમાંથી ઘણું શીખવા મળ્યું. પરંતુ, હવે મને લાગે છે કે મારા માટે કેપ્ટનશિપ છોડવાનો આ યોગ્ય સમય છે.

આ કારણોસર કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો

બાબર આઝમે સુકાનીપદ છોડવાના કારણો વિશે પણ જણાવ્યું. તેણે લખ્યું કે તે હવે તેની બેટિંગ અને રમત રમવા પર ધ્યાન આપવા માંગે છે. આ માટે તેણે સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેણે પ્રશંસકોને કહ્યું કે હવે તે કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ખેલાડી તરીકે ટીમમાં યોગદાન આપવા માંગે છે.

અડધી રાત્રે જાહેરાત કરી

બાબર આઝમે અડધી રાત્રે પાકિસ્તાનની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાની જાહેરાત સોશિયલ મીડિયામાં કરી હતી. જ્યારે તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી ત્યારે ભારતમાં રાતના આશરે 12 વાગ્યાથી વધુ સમય હતો. હાલમાં પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેનું નેતૃત્વ શાન મસૂદ કરશે. પરંતુ, બાબર આઝમના રાજીનામા બાદ હવે પીસીબી સામે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કે સફેદ બોલ ક્રિકેટમાં આગામી કેપ્ટન કોણ હશે?

ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
નવરાત્રી પહેલા માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી
નવરાત્રી પહેલા માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી
સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
g clip-path="url(#clip0_868_265)">