શાહરુખાનનો પોઝ આપી ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટને જીત્યું દિલ, અભિનેતાએ કહ્યું વાહ.., જુઓ વીડિયો

|

Feb 23, 2024 | 9:48 AM

ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 23મી ફેબ્રુઆરીએ વધુ એક બ્લોકબસ્ટર પ્રદર્શન આપવા માટે તૈયાર છે. ત્યારે ગઈકાલે અભિનેતા સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં હાજર મહિલા ખેલાડીઓને આશ્ચર્યચકિત કરી દીધા. અભિનેતા રિહર્સલ કરતો જોવા મળ્યો હતો. આ રિહર્સલ પછી તે ત્યાં હાજર ખેલાડીઓને મળ્યો અને ઓસ્ટ્રેલિયાની કપ્તાન સાથે આઈકોનિક પોઝ કરી બધાના દિલ જીતી લીધા હતા

શાહરુખાનનો પોઝ આપી ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટને જીત્યું દિલ, અભિનેતાએ કહ્યું વાહ.., જુઓ વીડિયો
Australian female captain Shahrukh Khan

Follow us on

ગ્લોબલ સ્ટાર શાહરૂખ ખાન પોતાની હાજરીથી દરેક ઈવેન્ટને વધુ ખાસ બનાવી દે છે. તેમની હાજરી ઇવેન્ટમાં લોકોને ખુશ કરી દે છે. એક સમયે શાહરૂખે ચાહકોનું દિલ જીતી લીધું છે. તે WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં લાઈવ પરફોર્મ કરતો જોવા મળશે. તે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 23મી ફેબ્રુઆરીએ વધુ એક બ્લોકબસ્ટર પ્રદર્શન આપવા માટે તૈયાર છે. ત્યારે ગઈકાલે અભિનેતા સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં હાજર મહિલા ખેલાડીઓને આશ્ચર્યચકિત કરી દીધા. અભિનેતા રિહર્સલ કરતો જોવા મળ્યો હતો. આ રિહર્સલ પછી તે ત્યાં હાજર ખેલાડીઓને મળ્યો અને ઓસ્ટ્રેલિયાની કપ્તાન સાથે આઈકોનિક પોઝ કરી બધાના દિલ જીતી લીધા હતા.

ડાન્સ રિહર્સલનો વીડિયો વાયરલ થયો છે

WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન ‘જવાન’ અને ‘પઠાણ’ના ગીતો પર ડાન્સ કરતો જોવા મળશે. શાહરૂખ ખાન ગઈ કાલે સફેદ ટી-શર્ટ અને કાર્ગોમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન માસ્ટર મર્સી તેને ટ્રેનિંગ આપતા જોવા મળ્યા હતા. આ રિહર્સલ પર્ફોર્મન્સ જોઈને સ્પષ્ટ થાય છે કે શાહરૂખ ખાન પોતાના કિલર મૂવ્સથી ભીડને આગ લગાવવા જઈ રહ્યો છે. હવે આ ડાન્સ રિહર્સલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શાહરૂખે દિલ જીતી લીધું

WPLના ટ્વિટર હેન્ડલ પર વધુ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આમાં અભિનેતા તમામ મહિલા ખેલાડીઓને મળતો જોવા મળે છે. તેણે મુંબઈ ઈન્ડિયન પલ્ટન અને દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે વાતચીત કરી. સૌરભ ગાંગુલી સાથેની તેમની મુલાકાત પણ આ વીડિયોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત, તે ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટન મેગ લેનિંગને તેના આઇકોનિક આર્મ્સ-સ્ટ્રેચિંગ પોઝ શીખવતો પણ જોવા મળ્યો હતો. આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શન આપવામાં આવ્યું હતું, ‘કિંગ્સ મીટ ક્વીન્સ.’

આ સ્ટાર્સ પણ જોવા મળશે

WPLની બીજી આવૃત્તિ 23 ફેબ્રુઆરીએ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યનના ડાન્સ પરફોર્મન્સ બાદ આ લીગની નવી સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. ઓપનિંગ સેરેમનીની વાત કરીએ તો શાહરૂખ ખાન સિવાય કાર્તિર આર્યન અને શાહિદ કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ શાનદાર પરફોર્મન્સ આપતા જોવા મળશે. WPL 2024ના ઓપનિંગ સેરેમનીમાં વરુણ ધવન અને ટાઈગર શ્રોફ પણ પરફોર્મ કરશે. આવી સ્થિતિમાં WPLમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળો જોવા મળશે.

Published On - 9:46 am, Fri, 23 February 24

Next Article