T20WorldCup2021, Point Table: ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને પોઇન્ટ ટેબલમાં લગાવી ઉંચી છલાંગ, શ્રીલંકાની સ્થિતી કંગાળ

સુપર-12 માં, તમામ ટીમોને 6-6 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી અને દરેક ટીમે તેમના ગ્રુપ ની બાકીની પાંચ ટીમો સામે એક મેચ રમવાની છે. ગ્રૂપમાં ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

T20WorldCup2021, Point Table: ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને પોઇન્ટ ટેબલમાં લગાવી ઉંચી છલાંગ, શ્રીલંકાની સ્થિતી કંગાળ
Australia Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 10:20 AM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup2021) માં સુપર-12 રાઉન્ડની મેચોનો રોમાંચ ચાલુ છે અને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આ રાઉન્ડની 10 મેચ રમાઈ છે. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા (Australia vs Sri Lanka) ની ટીમ વચ્ચે 28 ઑક્ટોબરે ગુરુવારે રાત્રે સુપર-12ની મેચ રમાઇ હતી. ગ્રુપ-1ની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 2014ની ચેમ્પિયન શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ સુપર-12માં સતત બીજી મેચ જીતીને 2 પોઈન્ટ મેળવીને ગ્રુપ-1ના પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવી લીધું છે. આ હારથી શ્રીલંકાની નેટ રેનરેટને જબરદસ્ત નુકસાન થયું છે અને દાસુન શનાકાની ટીમ બીજા સ્થાનેથી ચોથા સ્થાને સરકી ગઈ છે.

ગુરુવારે 28 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ચરિથ અસલંકા (35) અને કુસલ પરેરાએ (35) સૌથી વધુ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પા (2/12) અને મિશેલ સ્ટાર્ક (2/27) સૌથી સફળ બોલર રહ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન એરોન ફિન્ચ (37) અને ડેવિડ વોર્નર (65)ની ઓપનિંગ જોડીએ તોફાની બેટિંગ કરીને ટીમને 7 વિકેટે આસાન જીત અપાવી હતી.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

AUS vs SL મેચ પછી, પોઈન્ટ ટેબલ: ગ્રુપ 1

ગુરુવારે માત્ર એક જ મેચ રમાઈ હતી અને તે ગ્રૂપ-1માં હતી, તેથી માત્ર આ ગ્રુપમાં જ પોઈન્ટ ટેબલમાં હલચલ જોવા મળી હતી. આ મેચ પહેલા શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ સામેની જીત બાદ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ 2 પોઈન્ટ મેળવ્યા હતા. પરંતુ નેટ રન રેટના મામલે શ્રીલંકાથી થોડા પાછળ હતા અને તે ત્રીજા નંબર પર હતા. પરંતુ આ મેચે બધું બદલી નાખ્યું. ઓસ્ટ્રેલિયાને માત્ર 4 પોઈન્ટ જ નહીં, પરંતુ તેનો નેટ રન રેટ (+0.727) પણ સુધર્યો છે. જો કે, ઈંગ્લેન્ડ (+3.614) હજુ પણ પ્રથમ સ્થાને છે. તેના પણ 4 પોઈન્ટ છે, પરંતુ તેનો રન રેટ ઓસ્ટ્રેલિયા કરતા ઘણો આગળ છે. કારમી હાર પછી, શ્રીલંકાના રન રેટમાં મોટો ઘટાડો થયો છે અને હવે તે -0.416 થઈ ગયો છે, જેના કારણે ટીમ ચોથા સ્થાને દક્ષિણ આફ્રિકા (2 પોઈન્ટ, NRR +0.179) થી પણ નીચે આવી ગઈ છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ 2 હાર બાદ છેક તળિયે છે.

AUS vs SL મેચ પછી પોઈન્ટ ટેબલ: ગ્રુપ-2

જ્યાં સુધી ગ્રુપ-2ની વાત છે તો આજની મેચની આ ગ્રુપ પર કોઈ અસર થઈ ન હતી અને આજે આ ગ્રુપની કોઈ મેચ રમાઈ ન હતી. આવી સ્થિતિમાં, સ્કોટલેન્ડ-નામિબિયા મેચ પછી જેવી સ્થિતિ હતી તેવી જ રહી છે. અહીં પાકિસ્તાન સતત 2 જીત, 4 પોઈન્ટ અને +0.738 ના NRR સાથે હજુ પણ ટોચ પર છે. બીજી તરફ, અફઘાનિસ્તાન 1 મેચમાંથી 1 જીત, 2 પોઈન્ટ અને +6.500 ના NRR સાથે બીજા સ્થાને છે. જ્યાં સુધી ટીમ ઈન્ડિયાની વાત છે તો તે પાકિસ્તાન સામેની હાર બાદ પાંચમા સ્થાને છે. ટીમની આગામી મેચ રવિવાર 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હારી ગઈ હતી.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: આનુ નામ તે બદલો ! વિશાળ છગ્ગો લગાવ્યો તો મિશેલ સ્ટાર્કે બીજા જ બોલે જ સ્ટંપ ઉખેડી ફેંક્યા

આ પણ વાંચોઃ T20 World Cup 2021: હાર્દિક પંડ્યાએ મજબૂરીમાં શરુ કરી બોલીંગ, ધોની અને વિરાટ કોહલી એ લીધો મોટો નિર્ણય!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">