AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026માં ભારત-પાકિસ્તાન મેચ માત્ર એક જ શરતે શક્ય, જાહેર થયો ક્રિકેટ ટુર્નામેન્ટનો ડ્રો

ક્રિકેટને પણ એશિયન ગેમ્સ 2026 માં દર્શાવવામાં આવશે. આ ચોથી વખત છે જ્યારે ક્રિકેટને એશિયન ગેમ્સમાં સમાવવામાં આવ્યું છે. આ ઇવેન્ટ માટેનું સમયપત્રક અને ડ્રો જાહેર કરવામાં આવ્યું છે.

Asian Games 2026માં ભારત-પાકિસ્તાન મેચ માત્ર એક જ શરતે શક્ય, જાહેર થયો ક્રિકેટ ટુર્નામેન્ટનો ડ્રો
| Updated on: Jul 24, 2026 | 9:34 AM
Share

જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું સત્તાવાર સમયપત્રક અને ડ્રો જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટને ચોથી વખત એશિયન ગેમ્સમાં સ્થાન મળ્યું છે. ભારત પુરુષ અને મહિલા બંને વર્ગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ટૂર્નામેન્ટના ડ્રો અનુસાર ભારત અને પાકિસ્તાનને ટોચની સીડીંગ મળતાં બંને ટીમોને સીધો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.

સેમિફાઇનલ અથવા ફાઇનલમાં જ શક્ય ભારત-પાકિસ્તાન મેચ

ટૂર્નામેન્ટના ડ્રો પ્રમાણે ભારત અને પાકિસ્તાન અલગ-અલગ ભાગમાં રાખવામાં આવ્યા છે. તેથી બંને ટીમો વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ માત્ર ત્યારે જ શક્ય બનશે જ્યારે બંને પોતાની ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલ જીતશે. એટલે કે પુરુષ વર્ગમાં ભારત-પાકિસ્તાનની ટક્કર માત્ર સેમિફાઇનલ અથવા ફાઇનલમાં જ જોવા મળી શકે છે.

T20 ફોર્મેટમાં રમાશે તમામ મેચો

પુરુષ અને મહિલા બંને વર્ગની તમામ મેચો T20 ફોર્મેટમાં રમાશે અને તેને સત્તાવાર આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવશે. મહિલા ક્રિકેટ સ્પર્ધા 17થી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે, જ્યારે પુરુષોની સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી રમાશે.

મહિલા ટીમ જાપાન સામે કરશે શરૂઆત

ભારતીય મહિલા ટીમ પણ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે અને પોતાની પ્રથમ મેચમાં યજમાન જાપાન સામે ટકરાશે. આ મેચ જીતનાર ટીમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશ અથવા ચીન સામે રમશે. બીજી તરફ પાકિસ્તાન અને થાઇલેન્ડ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલની વિજેતા ટીમ સેમિફાઇનલમાં શ્રીલંકા અથવા મલેશિયાની વિજેતા ટીમ સામે ટકરાશે. જેના કારણે મહિલા વર્ગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર ફાઇનલમાં જ શક્ય બનશે.

પ્રારંભિક રાઉન્ડ માટેના ગ્રુપ

પુરુષોની પ્રારંભિક રાઉન્ડમાં ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળનો સમાવેશ થયો છે, જ્યારે ગ્રુપ Bમાં હોંગકોંગ, ચીન, મલેશિયા અને ઓમાન સામેલ છે. આ ગ્રુપમાંથી ટોચની ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી ટોચની સીડીંગ ધરાવતી ટીમો સામે ટકરાશે.

આ પણ વાંચો- IND vs ZIM: શ્રેયસ અય્યર માંડ-માંડ બચી ગયો, પહેલી જીત બાદ ભારતીય કેપ્ટને શું કહ્યું?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">