Asia Cup 2022 : ભારત-પાકિસ્તાનની ટીમને મેચમાં મળી સજા, જાણો શું છે કારણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલા એશિયા કપમાં થર્ડ અમ્પાયરે તેમને સજા સંભળાવી હતી અને મેચ દરમિયાન જ બંનેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Asia Cup 2022 : ભારત-પાકિસ્તાનની ટીમને મેચમાં મળી સજા, જાણો શું છે કારણ
ભારત-પાકિસ્તાનની ટીમને મેચમાં મળી સજાImage Credit source: AFP Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 9:30 AM

Asia Cup 2022 : ભારત અને પાકિસ્તાન  (India Vs Pakistan )વચ્ચે રવિવારના રોજ એશિયા કપ-2022 મેચ રમાય હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ 5 વિકેટથી જીત મેળવી હતી પરંતુ આ મેચમાં છેલ્લી ઓવરમાં બંન્ને ટીમને સજા મળી હતી. બંન્ને ટીમના બોલરોએ છેલ્લી 3 ઓવરમાં 4ની જગ્યાએ ફીલ્ડરે 30 યાર્ડમાં રાખવા પડ્યા હતા. જેની બંન્ને ટીમને સજા ભોગવવી પડી હતી કારણ કે તેનાથી બેટ્સમેનો (batsman)ને રન બનાવવામાં વધુ તક મળે.

પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 147 રન બનાવવામાં સફળ રહી હતી. ભારતે આ મેચમાં પહેલા બોલિંગ કરી હતી અને મેચમાં જીત મેળવી હતી.છેલ્લી ઓવર પાકિસ્તાનના મોહમ્મદ નવાજે ફેંકી હતી આ ઓવરમાં ભારતને જીતવા માટે 7 રનની જરુર હતી. હાર્દિક પંડ્યાએ ચોથા બોલમાં સિક્સ ફટકારી ભારતના ખાતામાં જીત જમા કરી હતી પરંતુ કેટલાક લોકોને એ પણ સવાલ છે કે બંન્ને ટીમોને છેલ્લી ત્રણ ઓવરમાં 5 ખેલાડી સર્કિલમાં રાખવા પડ્યા 4 કેમ નહિ. ચાલો જાણીએ કારણ

આ છે નિયમ

બંન્ને ટીમો ધીમી ઓવરના કારણે આ નુકસાન ઉઠાવવું પડ્યું હતુ. બંન્ને ટીમ સમય અનુસાર ચાલી રહી ન હતી. જેના માટે બંન્ને ટીમને પેનલ્ટી લાગી ગઈ હતી. જેમાં બંન્ને ટીમને સર્કલમાં 5 ખેલાડી રાખવા અનિવાર્ય હતા. પહેલા આવું ન હતુ પરંતુ જાન્યુઆરી 2022 બાદ આ નિયમ આવ્યો. નિયમ મુજબ, ઇનિંગ્સ 85 મિનિટમાં સમાપ્ત થવી જોઈએ, પરંતુ જો તેમ ન થાય, તો 85 મિનિટ પછી જે પણ ઓવર શરૂ થાય છે, ત્યારથી ઈનિંગની છેલ્લી ઓવર સુધી, ફિલ્ડિંગ ટીમે પાંચ ફિલ્ડરોને સર્કલમાં રાખવા પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જો કે, ફિલ્ડિંગ ટીમને કેટલીક છૂટ આપવામાં આવે છે, જેમાં એવી બાબતોનો સમાવેશ થાય છે જે ફિલ્ડિંગ ટીમના હાથમાં નથી. જેમાં ઈજાના કારણે વેડફાતો સમય, ઈજાગ્રસ્ત ખેલાડીની બદલી, થર્ડ અમ્પાયરની મદદ લેવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ફિલ્ડિંગ ટીમના નિશ્ચિત સમયમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. જ્યારે ભારતીય ટીમ ટાર્ગેટનો પીછો કરી રહી હતી ત્યારે ઇનિંગ્સની 18મી ઓવર બોલિંગ કરવા આવેલા નસીમ શાહ ઓવર દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. ફિઝિયો તેની ઈજાને ઠીક કરવા મેદાનમાં આવ્યો હતો. આ સમય દરમિયાન જે સમય વેડફાયો હતો તે પાકિસ્તાન ટીમના નિર્ધારિત સમયમાં સામેલ કરવામાં આવ્યો ન હતો કારણ કે તે ટીમના ભાગમાં ન હતો.

થર્ડ અમ્પાયર નજર રાખે છે

થર્ડ અમ્પાયર સમય અનુસાર ઓવર નાખવામાં આવી રહી છે કે કેમ તેના પર નજર રાખે છે. તે દર અડધા કલાકે તપાસ કરશે કે ફિલ્ડિંગ ટીમનો ઓવર રેટ શું છે અને તે શેડ્યૂલ મુજબ ચાલી રહ્યો છે કે નહીં. તે સ્ક્રીન પર વર્તમાન ઓવર રેટની માહિતી આપે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">