Asia Cup 2023 ને લઈ આરપારની લડાઈ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી ટક્કર

ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં BCCI અને એશિયન ક્રિકટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે એક નિવેદન કર્યુ હતુ, ત્યારબાદથી ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવ વધ્યો છે.

Asia Cup 2023 ને લઈ આરપારની લડાઈ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી ટક્કર
Jay Shah એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 10:55 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે આમ તો સામાન્ય રીતે ક્રિકેટના મેદાનમાં રોમાંચક ટક્કર થતી જોવા મળે છે. પરંતુ હવે બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે પણ ટકરાવ વધી ચૂક્યો છે. આખીય વાતના મુળમાં એશિયા કપ છે. આ વર્ષે યોજાનારા એશિયા કપ માટેની યજમાનીને લઈ વિવાદ ગત વર્ષ ઓક્ટોબર માસથી જોવા મળી રહ્યો છે. આ વર્ષે રમાનાર એશિયા કપને લઈ હવે અંતિમ નિર્ણય સામે આવી શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક શનિવારે 4 ફેબ્રુઆરીએ યોજાશે, જેમાં આ નિર્ણય થઈ શકે છે.

ગત વર્ષે બીસીસીઆઈના સચિવ અને એસીસીના અઘ્યક્ષ જય શાહે એક નિવેદન કર્યુ હતુ. જેમાં તેઓએ કહ્યુ હતુ કે, એશિયા કપ 2023નુ આયોજન તટસ્થ સ્થાન પર કરવામાં આવશે. શાહના આ નિવેદન બાદ તુરત જ પાકિસ્તાન ભડક્યુ હતુ અને તેમણે વિવાદ સર્જતા કાગારોળ કરી મુકવાની શરુઆત કરી હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એશિયા કપના વર્ષ 2023ના આયોજનની જવાબદારી સોંપી હતી. હવે આયોજન તટસ્થ સ્થાન પર કરવાની વાતને લઈ પાકિસ્તાન વિવાદીત નિવેદન કરી રહ્યુ છે.

શનિવારે આવી શકે અપડેટ

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, આ બેઠક શનિવારે બહેરીનમાં યોજાશે, જેમાં એશિયા કપના આયોજન અંગેનો નિર્ણય સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. રિપોર્ટ અનુસાર પીસીબીના વર્તમાન બોસે થોડા દિવસ પહેલા દુબઈમાં આ બેઠક માટે વિનંતી કરી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને એશિયા કપની યજમાનીથી વંચિત રહેવું પડશે અને ફરી એકવાર ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે. જો કે, બધાની નજર તેના પર રહેશે કે શું પીસીબી બોસ સરળતાથી યજમાન તરીકેના અધિકારો છોડવા માટે સંમત થાય છે અથવા થોડા સમય માટે આ મુદ્દાને રોકવા માટે પ્રયાસ કરશે.

વેન્યૂને લઈ વિવાદ

આ મુદ્દાએ ભારતીય અને પાકિસ્તાની બોર્ડ વચ્ચેના મુકાબલાને મોટા વિવાદમાં ફેરવી દીધો. શાહે કહ્યું હતું કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરી શકે અને ત્યારપછી પાકિસ્તાન બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ રમીઝ રાજાએ ધમકી આપી હતી કે જો આવું થયું તો તેઓ પણ પોતાની ટીમને વર્લ્ડ કપ માટે ભારત નહીં મોકલે અને નિર્ણય લઈ શકે છે. . જો કે રમીઝ રાજાએ ત્યારથી પીસીબીની ખુરશી છોડી દીધી છે, પરંતુ નજમ સેઠીએ પણ આ મુદ્દે ગરમાટો જાળવી રાખ્યો છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">