શું તમે બનવા માગો છો ટીમ ઈન્ડિયાના હેડ કોચ, BCCIએ ભરતી બહાર પાડી જોઈ લો

|

May 14, 2024 | 11:20 AM

BCCI એ ભારતની પુરુષોના સીનિયર રાષ્ટ્રીય ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડના સ્થાન માટે અરજીઓ મંગાવી છે. નવા કોચની નિમણૂક 1 જુલાઈ, 2024થી 31 ડિસેમ્બર, 2027 સુધીના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવશે.

શું તમે બનવા માગો છો ટીમ ઈન્ડિયાના હેડ કોચ, BCCIએ ભરતી બહાર પાડી જોઈ લો

Follow us on

BCCIએ આગામી ત્રણ વર્ષ એટલે કે વર્ષ 2027 સુધી નવા હેડ કોચની શોધ શરૂ કરી છે. આ જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા પર આપી છે.ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચની શોધખોળ શરુ થઈ ચુકી છે. બીસીસીઆઈએ સોમવારના રોજ આ આવેદન પત્ર બહાર પાડ્યું છે.

આવેદન પત્રમાં 27 મે 2024ના સાંજે 6 કલાક સુધી જમા કરવવા કહેવામાં આવ્યું છે.ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપ 2024 માટે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા માટે ટુંક સમયમાં જ રવાના થશે. ટૂર્નામેન્ટ માટે ટીમની પણ જાહેરાત થઈ ચુકી છે. જેને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ નવા કોચ માટે જાહેરાત બહાર પાડી છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

 

હાલમાં રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે, પરંતુ તેનો કાર્યકાળ જુન સુધીનો છે. ટીમ ઈન્ડિયા અત્યારથી જ હેડ કોચની શોધખોળમાં લાગી છે. બીસીસીઆઈએ હાલમાં વનડે વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડને ટી20 વર્લ્ડકપ સુધી કાર્યકાળ આગળ વધાર્યો છે.

BCCIએ આ શરતો રાખી

  • ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચ અથવા 50 ODI મેચોનો અનુભવ.
  • ઓછામાં ઓછા બે વર્ષ માટે ટેસ્ટ રમતા દેશનો મુખ્ય કોચ હોવો જોઈએ.
  • અથવા કોઈપણ એસોસિયેટ મેમ્બર ટીમ/કોઈપણ IPL ટીમ અથવા આવી કોઈ લીગ અથવા ફર્સ્ટ ક્લાસ ટીમ અથવા કોઈપણ દેશની A ટીમનો ત્રણ વર્ષ સુધી કોચ રહ્યો હોય.
  • અથવા બીસીસીઆઈનું લેવલ-3 કોચિંગ પ્રમાણપત્ર હોવું જોઈએ
  • અને તેની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

BCCIએ નોટિસ જાહેર કરી

તમને જણાવી દઈએ કે, નવા હેડ કોચનો કાર્યકાળ 1 જુલાઈ 2024 થી 31 ડિસેમ્બર 2027 સુધીનો રહેશે એટલે કે, 3 વર્ષ માટે બીસીસીઆઈએ પ્લાન બનાવ્યો છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ટી20 વર્લ્ડકપ 2026 અને વનડે વર્લ્ડકપ 2027 જેવી મોટી ટૂર્નામેન્ટ સામેલ હશે. જેમાં ઉમેદવારે હેડ કોચની ભૂમિકા નિભાવવાની રહેશે.

 

 

રાહુલ દ્રવિડ પણ અરજી કરી શકે છે

ટીમ ઈન્ડિયાના હેડ કોચ આને લઈ પોતાનું આવેદન આપી શકે છે. જેને લઈ બીસીસીઆઈ સચિવે કહ્યું કે, રાહુલનો કાર્યકાળ માત્ર જૂન સુધી છે. આના માટે આ લોકો અરજી કરી શકે છે. જેમાં કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો જેમ કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની પસંદગી નવા કોચ સાથે ચર્ચા કર્યા બાદ કરવામાં આવશે.

શાહે વિદેશી કોચની શક્યતાને નકારી ન હતી અને આ મુદ્દે કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે અમે એ નક્કી કરી શકતા નથી કે નવો કોચ ભારતીય હશે કે વિદેશી. તે CAC પર નિર્ભર રહેશે અને અમે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છીએ.

 આ પણ વાંચો : IPL 2024: વરસાદે શુભમન ગિલની આશા પર પાણી ફેરવ્યું, ગુજરાત ટાઈટન્સ ઘરઆંગણે જ થયું બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article