Ambani wedding : ગૌતમ ગંભીર અને શાહરૂખ ખાને એકબીજાને જોતા જ ગળે લગાવ્યા, જુઓ Video

|

Jul 15, 2024 | 10:58 AM

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દુનિયાભરમાંથી મહેમાનો આવ્યા હતા. આ ભવ્ય સમારોહમાં બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાન અને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર પણ પહોંચ્યા હતા. જ્યારે આ બે દિગ્ગજો સામે આવ્યા તો એકબીજાને ગળે લાગ્યા હતા.

Ambani wedding : ગૌતમ ગંભીર અને શાહરૂખ ખાને એકબીજાને જોતા જ ગળે લગાવ્યા, જુઓ Video

Follow us on

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર મુંબઈમાં અનંત-રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં કોલકાતા નાઈટરાઈડર્સના સહ-માલિક શાહરુખ ખાનને મળ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન કેકેઆરના પૂર્વ મેન્ટોર ગંભીરને ગળે મળ્યા હતા.

એક ખેલાડીના રુપમાં ગૌતમ ગંભીરે 2012 અને 2014માં કેકેઆરને આઈપીએલ જીતાડ્યો છે. ત્યારબાદ તેમણે 2024માં મેન્ટોર કેકેઆરમાં એન્ટ્રી કરી હતી અને આ વખતે પોતાના માર્ગદર્શનમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી પરંતુ હવે ગંભીર અને કેકેઆર અલગ થયા છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરુ થશે

ટી-20 વર્લ્ડકપમાં ભારતને વિશ્વ વિજેતા બનાવ્યા બાદ રાહુલ દ્ર્વિડનો હેડ કોચ તરીકેનો કાર્યભાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરુ થશે. શ્રીલંકા વિરુદ્ધ 27 જુલાઈથી તે પોતાની કોચિંગ શરુ કરશે. ગંભીરના હેડ કોચ બન્યા બાદ કહ્યું મેરે તિરંગે, મેરે લોગો, મેરે દેશ કી સેવા કરના એક પૂર્ણ સન્માનની વાત છે. હું આ અવસર પર રાહુલ દ્રવિડ અને સહયોગી સ્ટાફની ટીમને સારા પ્રદર્શન માટે શુભકામના પાઠવું છુ, હું ટીમ ઈન્ડિયા માટે હેડ કોચની ભૂમિકા નિભાવવા માટે સન્માનિત અને ઉત્સાહિત છું. મે હંમેશા આના પર ગર્વ કર્યો છે.

 

 

લગ્નમાં અનેક દિગ્ગજ હસ્તીઓ પહોંચી

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના દિકરા અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈના બીકેસીમાં અંબાણી પરિવારના જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. લગ્નમાં અનેક દિગ્ગજ હસ્તીઓ, ક્રિકેટરો, ફિલ્મસ્ટાર , હોલિવુડ સ્ટાર તેમજ રાજનેતાઓ પણ સામેલ થયા હતા. ત્યારબાદ પરિવાર અને મિત્રો માટે શુભ આશીર્વાદ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કપલને આશીર્વાદ આપવા લગ્નમાં પહોંચ્યા હતા.

ટી-20 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા જે લંડનમાં છે. તેમજ વિરાટ કોહલી પણ આ લગ્ન સમારોહમાં પહોંચ્યા ન હતા. તેના સિવાય, સિચન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સહિત ભારતીય સ્ટાર ક્રિકેટર પહોંચ્યા છે.

Next Article