એક તરફ દુનિયાની નજર IPL પર ટકેલી છે, તો બીજી તરફ નેપાળ અને UAEની ACC પ્રીમિયર કપની સેમીફાઈનલમાં કંઈક એવું બન્યું છે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. UAE આ મેચ જીતી ગઈ પરંતુ નેપાળના ખેલાડી કુશલ ભરતેલે બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં, આ મેચમાં કુશલ ભરતેલે એવો કેચ લીધો જે કોઈ પણ સામાન્ય ખેલાડીની પહોંચની બહાર છે. આ કેચ માત્ર ખાસ ફિલ્ડર જ લઈ શકે છે.
યુએઈની ઈનિંગની આઠમી ઓવરમાં વિષ્ણુ સુકુમારને ગુલશન ઝાના બોલ પર મિડ-ઓન પર શોટ રમ્યો હતો. એવું લાગતું હતું કે બોલ બાઉન્ડ્રી પાર કરી જશે પરંતુ મિડ-ઓન પર ઊભેલા કુશલ ભરતેલે આવું થવા દીધું નહીં. બોલ હવામાં જતાની સાથે જ તે પોતાની જગ્યાએથી પાછળની તરફ દોડ્યો અને પછી ફુલ લેન્થ ડાઈવ કરીને બોલને પકડી લીધો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને દરેક લોકો કુશલ ભરતેલને સલામ કરી રહ્યા છે.
Replaying it endlessly. Kushal Bhurtel, what a catch!
.
.@ACCMedia1 #ACCMensPremierCup #NEPvUAE pic.twitter.com/SFFuHJ4LqK— FanCode (@FanCode) April 19, 2024
કુશલ ભરતલે આ કેચ લઈને પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે તે નિષ્ફળ ગયો. UAEએ આ મેચમાં નેપાળને 6 વિકેટે હરાવ્યું હતું. અલ અમેરાતમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં નેપાળે પ્રથમ બેટિંગ કરતા માત્ર 119 રન બનાવ્યા હતા. જવાબમાં UAEએ 17.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. UAEની જીતમાં આલીશાન શરાફુનું મહત્વનું યોગદાન હતું, જેણે 41 બોલમાં 55 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ જીત સાથે UAEની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ફાઈનલ મેચ હોંગકોંગ અને ઓમાન વચ્ચે 21મી એપ્રિલે રમાશે.
આ પણ વાંચો : 10 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, એક સમયના ભોજન માટે અમ્પાયરિંગ કરી, હવે IPLમાં મચાવી રહ્યો છે ‘કહેર’