AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં જીત બાદ કેપ્ટન પર લાગ્યો મોટો દંડ,આ ભૂલ માટે સજા મેળવનાર પહેલો કેપ્ટન બન્યો

પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ બાદ શ્રેયસ અય્યરને દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રશ્ન એ છે કે શા માટે? પંજાબ કિંગ્સના કેપ્ટને કઈ ભૂલ કરી? જેના કારણે તેના પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

Breaking News : IPL 2026માં જીત બાદ કેપ્ટન પર લાગ્યો મોટો દંડ,આ ભૂલ માટે સજા મેળવનાર પહેલો કેપ્ટન બન્યો
| Updated on: Apr 01, 2026 | 11:56 AM
Share

શ્રેયસ અય્યરપર મોટો દંડ ફટકારવામાં આવ્યો, અને આ ભૂલ માટે સજા મેળવનાર તે પ્રથમ કેપ્ટન બન્યો છે.શ્રેયસ અય્યર પર બીસીસીઆઈએ 12 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. પંજાબ કિંગ્સની શાનદાર જીત બાદ કેમ કેપ્ટનને સજા મળી ચાલો વિસ્તારથી જાણીએ.પંજાબ કિંગ્સની જીત શ્રેયસ અય્યર માટે ખુશી લઈને આવી હતી પરંતુ ત્યારબાદ તેને મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો.શ્રેયસ અય્યર પર દંડ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ બાદ લાગ્યો હતો.

હવે સવાલ એ છે કે, આટલો મોટો દંડ કેમ, અય્યર પર લાગેલા દંડનું કારણ છે સ્લો ઓવર રેટ, જેના કારણે તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. તે આઈપીએલમાં પેહલો કેપ્ટન છે જેના પર દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સની જીતમાં છુપાયું અય્યરનું દુખ

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ આઈપીએલ 2026માં પોતાની પહેલી મેચ 3 વિકેટથી જીતી હતી. ગુજરાત ટાઈટન્સે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 163 રનના ટાર્ગેટનો પીછો કરી પંજાબ કિંગ્સે 7 વિકેટ ગુમાવી 19.1 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. ઓવરઓલ ટીમનું પરફોર્મન્સના હિસાબે આ મેચ ભલે પંજાબ કિંગ્સ માટે સારી ન હતી પરંતુ માત્ર શ્રેયસ અય્યરની વાત કરવામાં આવે તો તેના હાથમાં ઈજા થઈ હતી. તે 18 રન બનાવી આઉટ થયો તેમજ તેના પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

શ્રેયસ અય્યર પર કેટલો દંડ લાગ્યો?

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પર સ્લો ઓવર રેટ માટે દંડ લાગ્યો છે. આ હેઠળ શ્રેયસ અય્યરને 12 લાખ રુપિયાનું નુકસાન થયું છે. આઈપીએલ દ્વારા પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, પંજાબ કિંગ્સની સ્લો ઓવર રેટ સાથે જોડાયેલી આ પહેલી ભૂલ છે. આ માટે કેપ્ટન શ્રેયસ અય્યર પર 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સના બે ખેલાડીઓ, કૂપર કોનોલી અને વિજય કુમાર વ્યાસકે ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. IPLમાં ડેબ્યૂ કરતા કૂપર કોનોલીએ પંજાબ કિંગ્સ માટે 44 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. તેમજ મેચની જીતનો હિરો પણ રહ્યો હતો. પંજાબ કિંગ્સની આ આઈપીએલ 2026માં પહેલી જીત છે.

ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ, પંજાબ કિંગ્સના કેપ્ટનનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">