AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 25 મીટર પિસ્તોલમાં ઈશા સિંહે સિલ્વર મેડલ તો કુરાશમાં પિંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026 )માં ભારતે આજે 2 મેડલ જીત્યા છે. ભારતની ઈશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો છે. તો કુરાશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ મેડલ મહિલાની 78 KG કેટેગરીમાં પિંકી બલહારાએ પોતાને નામ કર્યો છે. પિંકીને સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Breaking News : 25 મીટર પિસ્તોલમાં ઈશા સિંહે સિલ્વર મેડલ તો કુરાશમાં પિંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો
| Updated on: Sep 28, 2026 | 12:09 PM
Share

ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. ચીનની ઝિયાઓ જિયારુઇક્સુઆને ઈશાને શૂટ-ઓફમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.પિંકી બલહારાએ કુરાશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. મહિલાઓની 78 કિલોગ્રામ કેટેગરીમાં, તે સેમિફાઇનલમાં સાઉથ કોરિયાની મો સુ-મીન સામે 0-5 થી હારી ગઈ. આ વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતનો 38મો મેડલ (4 ગોલ્ડ, 16 સિલ્વર, 18 બ્રોન્ઝ) હતો. ભારત હાલમાં પોઈન્ટ ટેબલમાં 12મા ક્રમે છે.

તમને જણાવી દઈએ કે, પિંકી બલહારાએ અગાઉ 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે તે 2022 એશિયન ગેમ્સના ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી. હવે આ વખતે એશિયન ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.આ એશિયન ગેમ્સમાં પિસ્તોલ શૂટિંગમાં ભારતનો આ એકમાત્ર બીજો મેડલ છે.

ઈશા સિંહે સિલ્વર મેડલ જીત્યો

View this post on Instagram

રવિવારનો દિવસ યાદગાર રહ્યો

એશિયન ગેમ્સ 2026નો આજે 9મો દિવસ છે પરંતુ  2026 એશિયન ગેમ્સમાં રવિવાર ભારતીય એથ્લેટિક્સ માટે યાદગાર દિવસ હતો. મહારાષ્ટ્રના સર્વેશ કુશારે પુરુષોની હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીતીને લાંબી રાહનો અંત લાવ્યો. ભારતે 56 વર્ષ પછી એશિયન ગેમ્સમાં પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં મેડલ જીત્યો છે. આ પહેલા ભીમ સિંહે 1970 બેંગકોક એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, 2 ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાખરનું આ વખતે એશિયન ગેમ્સ 2026માં પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું છે.

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે.એશિયન ગેમ્સમાં ભારત હાલમાં પોઈન્ટ ટેબલમાં 12મા ક્રમે છે. ભારતના મેડલ ટેલીમાં (4 ગોલ્ડ, 16 સિલ્વર, 18 બ્રોન્ઝ) છે.

કોણ છે ઈશા સિંહ ?

1 જાન્યુઆરી 2005ના રોજ હૈદરાબાદમાં જન્મેલી ઈશા સિંહ ભારતની સૌથી પ્રતિભાશાળી શૂટરોમાંની એક છે. ઈશાના પિતા સચિન સિંહ ડ્રાઇવર હતા. શૂટિંગ શરૂ કરતા પહેલા, ઈશાએ ગો-કાર્ટિંગ, બેડમિન્ટન, ટેનિસ અને સ્કેટિંગનો પણ હાથ અજમાવ્યો હતો. ગચીબોવલી એથ્લેટિક સ્ટેડિયમમાં શૂટિંગ રેન્જની મુલાકાતે તેમને એર પિસ્તોલ પસંદ કરવાની પ્રેરણા આપી. તેના પિતાએ તેને માટે પ્રેક્ટિસ કરવા માટે ઘરે પ્રેક્ટિસ રેન્જ બનાવી. બાદમાં તે ગગન નારંગની ગન ફોર ગ્લોરી એકેડેમીમાં જોડાઈ.

Breaking News : એશિયન ગેમ્સ 2026માં ભારતે મહિલા સિંગલ્સ સ્ક્વોશ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો અહી ક્લિક કરો

Follow Us
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">