ભારતના નંબર વન રેસલર બજરંગ પુનિયા બનશે ફોગાટ પરીવારનો જમાઇ, જાણો લગ્નમાં આઠમો ફેરો તે કોના નામનો લેશે

ખેલરત્ન અને ભારતના નંબર વન રેસલર બજરંગ પૂણિયા બુધવારે લગ્નના બંધનમાં બંધાનાર છે. બજરંગ પૂણીયા દેશના સૌથી મશહૂર પહેલવાન પરીવારના જમાઇ બનનારા છે. 25, નવેમ્બરે તે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા મહાવીર ફોગાટની પુત્રી અને ગીતા-બબીતાની બહેન સંગીતા ફોગાટ સાથે લગ્ન કરશે. દંગલ ગર્લ બબીતા ફોગાટની બહેન સંગીતા બુધવારે સાદગી પુર્ણ થનારા લગ્ન સમારોહમાં, બંજરંગ પૂણિયા સાથે […]

ભારતના નંબર વન રેસલર બજરંગ પુનિયા બનશે ફોગાટ પરીવારનો જમાઇ, જાણો લગ્નમાં આઠમો ફેરો તે કોના નામનો લેશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 24, 2020 | 7:40 PM

ખેલરત્ન અને ભારતના નંબર વન રેસલર બજરંગ પૂણિયા બુધવારે લગ્નના બંધનમાં બંધાનાર છે. બજરંગ પૂણીયા દેશના સૌથી મશહૂર પહેલવાન પરીવારના જમાઇ બનનારા છે. 25, નવેમ્બરે તે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા મહાવીર ફોગાટની પુત્રી અને ગીતા-બબીતાની બહેન સંગીતા ફોગાટ સાથે લગ્ન કરશે.

દંગલ ગર્લ બબીતા ફોગાટની બહેન સંગીતા બુધવારે સાદગી પુર્ણ થનારા લગ્ન સમારોહમાં, બંજરંગ પૂણિયા સાથે સાત નહી પરંતુ આઠ ફેરા ફરશે. આઠમો ફેરો તે બેટી બચાવો અને બેટી પઢાઓના નામનો ફેરો લેશે. આ પહેલા આજ પ્રકારે બબીતા, ગીતા અને વિનેશ ફોગાટએ પોત પોતાના લગ્નમાં પણ આઠ ફેરા ફર્યા હતા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સોમવારે સંગીતા ફોગાટની હલ્દીની રસમ કરવામાં આવી હતી. સંગીતાએ તેની તસ્વીરો પણ સોશીયલ મિડીયામાં શેર કરી છે. 24 તારીખે મહિલા સંગીત અને મહેંદીની રસમ આયોજીત કરી હતી અને 25 મી નવેમ્બરે લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

ફોગાટ પરીવારની પરંપરા મુજબ લગ્ન ચરખી દાદરી ના બલાલી ગામમાં પરીવારના પિતૃક ઘરે જ આયોજીત કરવામાં આવ્યુ છે. બંને પરીવારે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને લગ્ન પ્રસંગને સાદગીપુર્ણ રીતે જ સંપન્ન કરવા માટેનો નિર્ણય કર્યો હતો. સંગીતા સાથે લગ્ન કરવા માટે જાન લઇને આવનારા વરરાજા બજરંગની જાનમાં પણ માત્ર 20 જાનૈયાઓ જ આવનારા છે.

બજરંગ પૂણીયા ઓલંપિક 2020ના પછી થી લગ્ન કરનાર હતા. પરંતુ કોરોના મહામારીને લઇને ઓલંપિક ની રમત મોકુફ રહી છે અને જેને લઇને તેમણે હવે લગ્ન સંપન્ન કરી લેવા માટે નો નિર્ણય લીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">