બાયો બબલનાં નિયમનાં ભંગ પર BCCI ખફા, કહ્યું રોહિત, પંત, શુભમનને અટકાવાશે તો માઠા પરિણામ આવશે

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (Cricket Australia) દ્રારા રોહિત શર્મા (Rohit Sharma), શુભમન ગીલ (Shubhaman Gill), ઋષભ પંત (Rishabh Pant) સહિત પાંચ જેટલા ભારતીય ખેલાડીઓએ બાયો-બબલનું ઉલ્લંઘન કરવાને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઇને BCCI પણ હવે ખફા થઇ ઉઠ્યુ છે. સમાચારોના મુજબ BCCIએ સ્પષ્ટ રીતે કહી દીધુ છે કે, રોહિત, ગીલ અને પંતને જો સિડની […]

બાયો બબલનાં નિયમનાં ભંગ પર BCCI ખફા, કહ્યું રોહિત, પંત, શુભમનને અટકાવાશે તો માઠા પરિણામ આવશે
Rohit Sharma
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 03, 2021 | 12:30 PM

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (Cricket Australia) દ્રારા રોહિત શર્મા (Rohit Sharma), શુભમન ગીલ (Shubhaman Gill), ઋષભ પંત (Rishabh Pant) સહિત પાંચ જેટલા ભારતીય ખેલાડીઓએ બાયો-બબલનું ઉલ્લંઘન કરવાને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જેને લઇને BCCI પણ હવે ખફા થઇ ઉઠ્યુ છે. સમાચારોના મુજબ BCCIએ સ્પષ્ટ રીતે કહી દીધુ છે કે, રોહિત, ગીલ અને પંતને જો સિડની ટેસ્ટ (Sydney Test)માં રમતા રોકવામાં આવ્યા તો તેના માઠા પરીણામ આવી શકે છે. બતાવી દઇએ કે વાઇસ કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગીલ અને વિકેટકીપર ઋષભ પંત સહિત પાંચ ભારતીય ટેસ્ટ ક્રિકેટરોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સાથે જ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, જૈવ સુરક્ષા પ્રોટોકોલ (Biosecurity Protocol)નો ભંગ તો કરવામાં આવ્યો નથી ને. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ આ અંગેની જાણકારી આપી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એક ક્રિકેટ પ્રશંસકે ટ્વીટર પર વિડીયો નાંખ્યો હતો, જેમાં આ ખેલાડીઓ એક ઇન્ડોર રેસ્ટોરંટમાં ભોજન કરી રહ્યા હતા. તે વ્યક્તિએ એ પણ દાવો કર્યો હતો કે, જમવાના બિલ ને ચુકવવાને લઇને પંતે તેને ગળે લગાવ્યો હતો. જોકે તેણે બાદમાં ગળે લગાવ્યા વાળુ ટ્વીટ જ હટાવી લીધુ છે. કારણ કે તેનાથી પ્રોટોકોલના ઉલ્લંઘનનો વિવાદ વકર્યો હતો.

BCCIએ પહેલા પોતાના સ્તરે થી તપાસ અંગેનો ઇન્કાર કર્યો હતો. પરંતુ બાદમાં ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ કહ્યુ હતુ કે, સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. આ પાંચેય ખેલાડીઓને હાલમાં અન્ય ખેલાડીઓથી અલગ કરી દેવામાં આવ્યા છે. એક નિવેદન દ્રારા જાણકારી આપવામાં આવી છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલીયા અને BCCI દ્રારા તપાસ ચાલી રહી છે. જૈવ સુરક્ષા પ્રોટોકોલ નુ ઉલ્લંઘન તો કરવામા આવ્યુ નથી ને તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ કહ્યુ હતુ કે, ભારતીય ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલીયા ને આજે વિડીયો પોસ્ટ ના અંગે બતાવાવામાં આવ્યુ હતુ, જેમાં રોહિત શર્મા, ઋષભ પંત, શુભમન ગીલ, પૃથ્વી શો અને નવદિપ સૈની નવા વર્ષે મેલબોર્નના ઇન્ડોર રેસ્ટોરન્ટમાં જમી રહ્યા હતા. લાગી રહ્યુ છે કે, BCCI પોતાના ખેલાડીઓનો સાથ આપશે, કારણ કે તેની પર સામાન્ય સહમતિ છે કે જાણીબૂઝીને કોઇ ઉલ્લંઘન કરવામાં આવ્યુ નથી. પ્રોટોકોલના મુજબ ખેલાડીઓને સામાજીક અંતર જાળવીને આઉટડોર રેસ્ટોરન્ટમાં જમવાની પરવાનગી અપાયેલી છે તેમને પગપાળા હરવા ફરવાની છુટ પણ અપાઇ છે, પરંતુ સાર્વજનિક વાહન ઉપયોગ પર પ્રતિબંધ છે.

મેડિકલ ટીમોથી ચર્ચા વિચારણા બાદ જ બાયોબબલ પ્રોટોકોલ લાગુ કરવામા આવ્યો છે. હાલમાં જોકે આ ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેઓ અભ્યાસ અને યાત્રા દરમ્યાન બાકીના અન્ય ખેલાડીઓથી અલગ રહેશે. જોકે તેમને અભ્યાસ કરવાની છુટ અપાઇ છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના નિવેદન દ્રારા તપાસની કોઇ સમયમર્યાદા હાલમાં દર્શાવાઇ નથી. જોકે એ વાત પણ સામે આવી રહી છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ તેનાથી ખફા છે. બોર્ડના એક સિનીયર અધિકારીએ કહ્યુ હતુ કે, ખેલાડી રેસ્ટોરન્ટની બહાર ઉભા હતા. અને બાદમાં તેઓ રેસ્ટોરન્ટની અંદર ગયા કારણ કે લોકો એકઠા થઇ શકતા હતા તેમને જોઇને. જો ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ પર દબાણ વધારવા માટે આમ કરવામાં આવશે તો તે એક ખોટો રસ્તો છે. રોહિત હાલમાં જ 14 દિવસ આઇસોલેશનમાં રહીને સિડનીથી મેલબોર્ન પહોંચ્યો છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">