ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે BCCIનો માન્યો આભાર, ભારતીય ક્રિકેટ ટીમને પાઠવી શુભેચ્છા

Avnish Goswami

|

Updated on: Jan 21, 2021 | 9:06 AM

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ ટીમ ઇન્ડીયા (Team India) ની ટેસ્ટ સિરીઝ દરમ્યાન ઐતિહાસિક જીત, અને તે દરમ્યાન દેખાડેલ સાહસ,દૃઢતા અને કૌશલ્યને માટે તારીફ કરી છે. સાથે જ શ્રૃંખલા દરમ્યાન સુચારુ સંચાલન સુનિશ્વિત કરવાને લઇને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો આભાર વ્યક્ત કરતો એક પત્ર લખ્યો હતો.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે BCCIનો માન્યો આભાર, ભારતીય ક્રિકેટ ટીમને પાઠવી શુભેચ્છા
પત્ર લખીને બોર્ડર ગાવાસ્કર ટ્રોફી બરકરાર રાખવાને લઇને વખાણ કર્યા

Follow us on

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (Cricket Australia) એ ટીમ ઇન્ડીયા (Team India) ની ટેસ્ટ સિરીઝ દરમ્યાન ઐતિહાસિક જીત, અને તે દરમ્યાન દેખાડેલ સાહસ, દૃઢતા અને કૌશલ્યને માટે તારીફ કરી છે. સાથે જ શ્રૃંખલા દરમ્યાન સુચારુ સંચાલન સુનિશ્વિત કરવાને લઇને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો આભાર વ્યક્ત કરતો એક પત્ર લખ્યો હતો. અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ની આગેવાનીમાં તમામ વિપરીત પરિસ્થીતીઓના વચ્ચે પણ સિરીઝને ભારતે જીતી લીધી હતી. આમ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ભારત પાસે બરકરાર રહી હતી.

આભાર વ્યક્ત કરતા ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA) એ પત્ર દ્રારા લખીને બોર્ડર ગાવાસ્કર ટ્રોફી બરકરાર રાખવાને લઇને વખાણ કર્યા હતા. લખ્યુ કે, અમારા સૌ તરફ થી ભારતીય ટીમના સાહસ, દૃઢતા અને કૌશલ્યને માટે ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ સિરીઝની આવનારી પેઢીઓમાં પણ ચર્ચા થતી રહેશે. આ લેટર ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના સીઇઓ નિક હોકલે અને અધ્યક્ષ અર્લ ઇડિંગ્સ એ ભારતીય ક્રિકેટ ના મિત્રોના સંબોધનની સાથે શરુ કર્યો હતો. જેમાં સૌરવ ગાંગુલીની અધ્યક્ષતા વાળા બોર્ડે કોવિડ-19 મહામારી દરમ્યાન સફળતાપુર્વક પ્રવાસ યોજવાને લઇને આભાર વ્યક્ત કર્યો હતો.

https://twitter.com/CricketAus/status/1351761650253131778?s=20

પત્રમાં કહેવામાં આવ્યુ હતુ કે ઓસ્ટ્રેલીયાઇ ક્રિકેટ પોતાની દોસ્તી, વિશ્વાસ અને પ્રતિબદ્ધતાને માટે હંમેશા બીસીસીઆઇનુ આભારી રહેશે. જેમણે સિરીઝના આયોજનમાં મદદ કરીને વિશ્વના લાખો લોકોને મુશ્કેલ સમયમાં ખુશીઓ મનાવવાનો મોકો આપ્યો હતો. લખ્યુ તે વૈશ્વિક મહામારી દરમ્યાન આંતરરાષ્ટ્રીય પ્રવાસથી જોડાયેલ અનેક પડકારો હોય છે, અમે ભારતીય ખેલાડીઓ, કોચ અને સહયોગી સ્ટાફનો આભાર વ્યક્ત કરીએ છીએ.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati