AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો, શું ટી-20 વિશ્વ કપમાં રમી શકશે દેશ? બોર્ડે કહી આ મહત્વની વાત

અફઘાનિસ્તાનને ટી-20 વિશ્વ કપના બીજા ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં તેમની સાથે ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ છે. ત્યારે રાઉન્ડ-1થી ક્વાલિફાય કરનારી બે ટીમો પણ આ ટીમોની સાથે આ ગ્રુપમાં સામેલ થશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો, શું ટી-20 વિશ્વ કપમાં રમી શકશે દેશ? બોર્ડે કહી આ મહત્વની વાત
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 5:49 PM
Share

અફઘાનિસ્તાન (Afghanistan)માં હાલમાં સ્થિતિ ખુબ જ ભયાનક છે. ત્યારે હવે એ પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે કે શું અફઘાનિસ્તાનની ટીમ આ વર્ષે યોજાનારા ટી-20 વિશ્વ કપમાં (T20 World Cup) રમશે કે નહીં. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે ટીમ સંયૂક્ત અરબ અમીરાત-ઓમાનમાં યોજાનારા વિશ્વકપમાં રમશે અને તેની તૈયારી પણ કરી રહી છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મીડિયા મેનેજર હિકમસ હસને (Hikmat Hasan) કહ્યું કે ટીમ ટી-20 વિશ્વ કપમાં ભાગ લેશે તેમાં કોઈ શંકા નથી.

હસને કહ્યું કે હા અમે ટી-20 વિશ્વકપમાં રમીશું, તૈયારીઓ ચાલુ છે અને આગામી થોડા દિવસોમાં ખેલાડીઓ ઉપલબ્ધ છે, જે કાબૂલમાં ટ્રેનિંગ શરૂ કરશે. અમે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની સાથે યોજાનારી ટ્રાઈસિરીઝ માટે જગ્યા શોધી રહ્યા છે. આ ટી-20 વિશ્વ કપની સારી તૈયારી હશે. અમે શ્રીલંકા, મલેશિયા જેવા દેશો સાથે વાત કરી રહ્યા છે, જોઈએ છીએ શું થાય છે?

ડોમેસ્ટિક ટુર્નામેન્ટ પર નજર

હસને કહ્યું કે બોર્ડ ડોમેસ્ટિક ટુર્નામેન્ટનું પણ પ્લાનિંગ કરી રહ્યું છે. જેનાથી ટીમને વિશ્વ કપની તૈયારીમાં મદદ મળશે. તેમને કહ્યું અમે હમબનટોટામાં પાકિસ્તાન સામે સિરીઝ રમીશું. તેની સાથે જ ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે. જેનાથી અમે ટી-20 વિશ્વ કપની તૈયારીમાં મદદ મળશે.

ખેલાડીઓની મદદ માટે તૈયાર

હસનને પૂછવામાં આવ્યું કે બોર્ડે રાશિદ ખાન અને મોહમ્મદ નબી સાથે વાત કરી છે, જે હાલમાં ઈંગ્લેન્ડમાં છે? તેની પર હસને જવાબ આપતા કહ્યું અમે અમારા ખેલાડીઓ અને તેમના પરિવારની મદદ માટે તૈયાર રહીએ છીએ. તેમના માટે જે શક્ય હશે તે તમામ મદદ કરીશું. કાબૂલમાં હાલમાં ચીજવસ્તુઓ વધારે પ્રભાવિત નથી. અમે ઓફિસમાં આવી ચૂક્યા છે, તેથી ચિંતાની કોઈ વાત નથી. અફઘાનિસ્તાનને ટી-20 વિશ્વ કપના બીજા ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં તેમની સાથે ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ છે. ત્યારે રાઉન્ડ-1થી ક્વાલિફાય કરનારી બે ટીમો પણ આ ટીમોની સાથે આ ગ્રુપમાં સામેલ થશે.

આ પણ વાંચો: Afghanistan: તાલિબાનના કબ્જા બાદ ખૂબ રડવા લાગ્યો રાશિદ ખાન, કહ્યુ રાતોની ઉંઘ ઉડી ગઇ છે, અમને બચાવી લો

આ પણ વાંચો: IND vs ENG: લોર્ડઝમાં ભારત આ કમાલ કરે તો, ઇંગ્લેન્ડ માટે થઇ શકે છે કપરા ચઢાણ, ઇંગ્લીશ ‘ફીરકી’ એ કહ્યુ એમ નહી થવા દઇએ

g clip-path="url(#clip0_868_265)">