IND vs ENG: લોર્ડઝમાં ભારત આ કમાલ કરે તો, ઇંગ્લેન્ડ માટે થઇ શકે છે કપરા ચઢાણ, ઇંગ્લીશ ‘ફીરકી’ એ કહ્યુ એમ નહી થવા દઇએ

India vs England: લોર્ડઝ ટેસ્ટમાં ચોથા દિવસની રમતના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. 154 રનની લીડ ભારતો મેળવી લીધી છે.

IND vs ENG: લોર્ડઝમાં ભારત આ કમાલ કરે તો, ઇંગ્લેન્ડ માટે થઇ શકે છે કપરા ચઢાણ, ઇંગ્લીશ 'ફીરકી' એ કહ્યુ એમ નહી થવા દઇએ
IND vs ENG
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 2:43 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડઝ ટેસ્ટ (Lords Test) રોમાંચક મોડ પર આવી ચુકી છે. મતલબ હવે મેચ એવા વળાંક પર છે જ્યાંથી દરેક બાજુઓના દરવાજા ખુલ્લા છે. આજે સિરીઝની બીજી ટેસ્ટ મેચનો અંતિમ દિવસ છે. પલડુ જોવામાં આવે તો, ઇંગ્લેન્ડનુ ભારે છે. જોકે જેમ ઇંગ્લેન્ડના એક ખેલાડી મોઇન અલી (Moeen Ali) નુ માનવુ છે, ભારત 220 કે 230 રનથી વધારે લીડથી સ્કોર બનાવશે તો તેને ચેઝ કરવુ મુશ્કેલ બની શકે છે.

લોર્ડઝ ટેસ્ટમાં ચોથા દિવસની રમત સમાપ્ત થવા પર ભારત પોતાની બીજી ઇનીંગમાં 6 વિકેટે 181 રન બનાવ્યા હતા. આમ ભારત 154 રનની લીડ મેળવી ચુક્યુ છે. જ્યારે હજુ પણ 4 વિકેટ બાકી છે. ભારત માટે સારી વાત એ છે કે, ઋષભ પંત 14 રન બનાવીને ક્રિઝ પર છે. એવામાં તે પાંચમાં દિવસની સવારે અર્ધશતકીય ઇનીંગ રમે છે તો, ભારતની લીડ તે આંકડા સુધી પહોંચી શકે છે. જેને ઇંગ્લેન્ડની જીત માટે મોઇન અલી મુશ્કેલ માને છે.

મોઇન અલીએ કેમ બતાવ્યુ 220 ના સ્કોરને મુશ્કેલ

મોઇન અલીએ ચોથા દીવસની રમત બાદ કહ્યુ હતુ કે, પાંચમાં દિવસે લોર્ડઝની પિચ સ્લો હશે. જેના પર 220-230 નો સ્કોર ચેઝ કરવો એ મુશ્કેલ બની રહેશે. અમારે તેના માટે ખૂબ સારુ રમવુ પડશે. મેચ રોમાંચક થઇ ચુકી છે. ભારત જો 220-230 થી વધારેનો ટાર્ગેટ આપશે તો તે અમારા માટે મુશ્કેલ ચેઝ બની જશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભારતને નાના સ્કોરને પણ ડિફેન્ડ કરવાનો પણ અનુભવ

આ તો ઇંગ્લેન્ડના દૃષ્ટીકોણથી વાત થઇ કે, 220 થી ઉપરનો ટાર્ગેટ આપવામાં આવે તો તેમના માટે મુશ્કેલ થઇ શકે છે. પરંતુ ટીમ ઇન્ડીયા (Team India) જો આમ નથી કરી શકતી તો શુ થઇ શકે છે, તેમ પણ સવાલ થઇ રહ્યા છે. ભારતની લીડ હાલમાં 154 રનની છે. એવામાં આ લીડ 200 ની આસપાસ પણ રહી તો ભારતીય ટીમમાં એટલુ તો કૌશલ્ય છે તે એને ડિફેન્ડ કરી શકે.

પાછળની ત્રણ તકોને જોવામાં આવે તો, 170 કે તેથી ઓછા સ્કોરને આરામથી ડિફેન્ડ કર્યો છે. 1981 માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટમાં 143 રનના સ્કોરને ચેઝ થવાથી બચાવ્યો હતો. તેના બાદ 1996 માં અમદાવાદ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની સામે 170 રનનો સ્કોર ડિફેન્ડ કર્યો હતો. જ્યારે 2004 માં એક વાર ફરીથી ઓસ્ટ્રેલિયા સામે મુંબઇમાં ભારતે 107 રનના નાનકડા સ્કોરને પણ બચાવ્યો હતો.

આ પણ વાંચોઃ virat kohli જે ખેલાડીને ટીમમાંથી દુર કર્યો, તે ખેલાડીએ 20 બોલમાં 11 છગ્ગા, 9 ચોગ્ગાની મદદથી102 રન ફટકાર્યા

આ પણ વાંચોઃ Favourite cricketer : શેન વોર્નને આ ભારતીય ખેલાડી પસંદ છે, વિરાટ કોહલી પર નિશાન સાધ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">