AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: તાલિબાનના કબ્જા બાદ ખૂબ રડવા લાગ્યો રાશિદ ખાન, કહ્યુ રાતોની ઉંઘ ઉડી ગઇ છે, અમને બચાવી લો

તાલિબાની લડાયકોએ ન તો ફક્ત રાજનૈતિક તંત્ર પર ગાળીયો કસ્યો છે. પરંતુ હવે તેઓ દેશના તમામ ક્રિકેટ સ્ટેડિયમ પર પણ કબ્જો કરી લીધો છે. આમ હવે અફઘાનીસ્તાનમાં ક્રિકેટનુ ભવિષ્ય પણ ખુબ મુશ્કેલ બન્યુ છે.

Afghanistan: તાલિબાનના કબ્જા બાદ ખૂબ રડવા લાગ્યો રાશિદ ખાન, કહ્યુ રાતોની ઉંઘ ઉડી ગઇ છે, અમને બચાવી લો
Rashid Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 4:30 PM
Share

જો આંખો સામે કોઈ ભયાનક દ્રશ્ય હોય અને હૃદયમાં જો ગભરાટ હોય, તો પછી તમે કેવી રીતે સુઇ શકો છો. કંઇક આવી જ સ્થિતિ અફઘાનિસ્તાન (Afghanistan) ના સુપરસ્ટાર ક્રિકેટર રાશિદ ખાન (Rashid Khan) ની છે. લેગ સ્પિનથી સારા બેટ્સમેનોની બોલતી બંધ કરનાર રાશિદ હાલમાં ઈંગ્લેન્ડમાં છે. પરંતુ, તાલિબાનો (Taliban) એ તેમના દેશ પર કબજો જમાવ્યા બાદ તેના હોશ પણ ઉડી ગયા છે. આ સમાચાર મળતા જ તે ખૂબ જ રડવા લાગ્યો છે અને તેની ઉંઘ પણ ઉડી ગઇ છે.

અફઘાનિસ્તાનની હાલની પરિસ્થીતી પર રાશિદે પોતાના દિલની સ્થિતી ઇન્સ્ટા સ્ટોરી દ્વારા શેર કરી છે. તેણે લખ્યુ છે તે આંખોથી વહેતા આંસુઓને ઇમોજીની સાથે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં બસ એટલુ જ લખ્યુ કે, હવે ચેનથી સુઇ પણ શકતો નથી.

તાલિબાનના કબ્જાથી અફઘાનિસ્તાન દહેશતમાં

તાલિબાન પર કબ્જો કરી લીધા બાદ અફઘાનિસ્તાનમાં હાલત બદહાલ છે. રાષ્ટ્રપતિ સહિત બીજા મોટા નેતા અને રાજનાયકો દેશ છોડી ચુક્યા છે. રાષ્ટ્રપતિ ભવનથી લઇને દરેક જગ્યાએ તાલિબાનીયોનો કબ્જો છે. દેશની બગડેલી સ્થિતી પર દુખ જોઇને રાશિદ ખાન સતત સોશિયલ મીડિયા દ્વારા દુનિયાના મોટા મોટા નેતાઓ પાસે મદદ માંગતો જોવા મળ્યો હતો.

તેણે ટ્વીટ કર્યુ હતુ કે, અમારો દેશ સંકટમાં છે. દેશના બાળકો, બુઢ્ઢા, મહિલાએ સંકટમાં છે. દહેશતથી લોકોની હિજરત જારી છે.

ક્રિકેટ સ્ટેડિયમો પર પણ તાલિબાનીયોનો કબ્જો

તાલિબાની લડાયકોએ ન ફક્ત અફઘાનિસ્તાના રાજનિતીક તંત્ર પર ગાળીયો કસી લીધો છે. પરંતુ દેશના તમામ ક્રિકેટ સ્ટેડિયમો પર પણ કબ્જો કરી લીધો છે. તેમના આ પગલાથી અફઘાનિસ્તાનના ક્રિકેટનુ ભવિષ્ય ખતરામાં પડી ચુક્યુ છે. અફઘાનિસ્તાનને T20 વિશ્વકપમાં પણ રમવાનુ છે, જેની શરુઆત થવામાં હવે 2 મહિનાનો જ સમય બચ્યો છે. આગળ હવે શુ થશે, તે હાલમાં કંઇ જ કહી શકાય એમ નથી.

રાશિદ ખાન પોતાના હમવતન બે ખેલાડીઓ મહંમદ નબી અને મુજીબની સાથે ઇંગ્લેન્ડના ધ હંન્ડ્રેડ લીગમાં રમી રહ્યો છે. ત્યારબાદ તેઓ IPL માં રમનારા છે.

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝમાં ભારત આ કમાલ કરે તો, ઇંગ્લેન્ડ માટે થઇ શકે છે કપરા ચઢાણ, ઇંગ્લીશ ‘ફીરકી’ એ કહ્યુ એમ નહી થવા દઇએ

આ પણ વાંચોઃ Roger Federer આગામી કેટલાક મહિના ટેનિસથી રહેશે દૂર, US OPEN નહી રમવા અંગે જણાવ્યું આ કારણ

g clip-path="url(#clip0_868_265)">