Sourav Gangulyને આવતીકાલે હોસ્પીટલથી અપાશે રજા, વાંચો ગાંગુલી વિશેની લેટેસ્ટ હેલ્થ અપડેટ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને લઇને રાહત ના સમાચાર આવી રહ્યા છે. તેમની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે. જે હવે ઘણાં સ્વસ્થ હોવાની જાણકારી આવી રહી છે. તેમને બુધવારે હોસ્પીટલ થી રજા આપી દેવામાં આવશે. ડોક્ટર દેવી શેટ્ટી (Dr. Devi Shetty) એ ગાંગુલીની તબીયતને જોઇ હતી. તેમણે […]

Sourav Gangulyને આવતીકાલે હોસ્પીટલથી અપાશે રજા, વાંચો ગાંગુલી વિશેની લેટેસ્ટ હેલ્થ અપડેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 05, 2021 | 2:38 PM

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને લઇને રાહત ના સમાચાર આવી રહ્યા છે. તેમની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે. જે હવે ઘણાં સ્વસ્થ હોવાની જાણકારી આવી રહી છે. તેમને બુધવારે હોસ્પીટલ થી રજા આપી દેવામાં આવશે.

ડોક્ટર દેવી શેટ્ટી (Dr. Devi Shetty) એ ગાંગુલીની તબીયતને જોઇ હતી. તેમણે ગાંગુલીની તબીયતને જોતા તેમની સારવાર કરી રહેલા તબીબોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે તબીબોએ સારી સંભાળ લીધી છે. ડો.શેટ્ટીએ કહ્યુ હતુ કે, પ્રથમ દિવસે ગાંગુલીના આર્ટરી (Artery) ની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમણે એ પણ જાણકારી આપી હતી કે, ગાંગુલીને બુધવારે હોસ્પીટલ થી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ગાંગુલીની સમસ્યા પર વાત કરતા ડોક્ટરે બતાવ્યુ હતુ કે, મોટાભાગના લોકોને હાર્ટએટેકને લગતી સમસ્યા ક્યારેક ક્યારેક આવતી હોય છે. બીસીસીઆઇ અધ્યક્ષણ ગાંગુલીનુ હાર્ટ મજબુત છે, તેમને વધારે નુકશાન નથી પહોંચ્યુ. સ્વાભાવિક છે કે દાદાના પ્રશંસકોને આ હાર્ટ એટેક બાદ તેમની આગળની જીંદગીને લઇને પણ ચિંતા હોય. પરંતુ ડો. શેટ્ટી એ પણ તમામ પ્રશંસકો માટે પણ સંદેશો આપ્યો છે કે, તેમનો આ હ્રદયરોગનો હુમલો તેમના જીવનને પ્રભાવિત નહી કરે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ડો. શેટ્ટીએ કહ્યુ હતુ કે સૌરવ ગાંગુલીને ભવિષ્યમાં કોઇ જ પરેશાન નહી થાય. તે સમાન્ય લોકોની જેમ જ જીવન વિતાવી શકશે. જોકે તેમણે ભવિષ્યમાં ગાંગુલીને એન્જીયોપ્લાસ્ટી કરવાને લઇને ઇન્કાર કર્યો નથી. જ્યારે તેઓ સ્વસ્થ થઇ જશે ત્યારે અન્જીયોપ્લાસ્ટી પર વિચાર કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યુ કે, એન્જીયોપ્લાસ્ટીના ઓપ્શન પર મેડિકેશન ની પણ ચર્ચા કરી છે. ડોક્ટર મુજબ બે સપ્તાહ બાદ તેમની એન્જીયોપ્લાસ્ટી ક્યાંય પણ કરવામાં આવી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">