Stock Market : આવતી કાલે 28 સપ્ટેમ્બર અને શનિવારે ચાલુ રહેશે શેરબજાર , જાણો કારણ

ઓક્ટોબર મહિનાથી તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. રોકાણકારો સ્ટોક માર્કેટ હોલિડે કેલેન્ડરના આધારે સ્ટોક માર્કેટમાં તેમના ટ્રેડ શેડ્યૂલ કરીને લાભ મેળવી શકે છે.

Stock Market : આવતી કાલે 28 સપ્ટેમ્બર અને શનિવારે ચાલુ રહેશે શેરબજાર , જાણો કારણ
Stock Market
Follow Us:
| Updated on: Sep 27, 2024 | 6:03 PM

ઓક્ટોબર મહિનાથી તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. રોકાણકારો સ્ટોક માર્કેટ હોલિડે કેલેન્ડરના આધારે સ્ટોક માર્કેટમાં તેમના સોદા શેડ્યૂલ કરીને લાભ મેળવી શકે છે. ઓક્ટોબર મહિનામાં શેરબજાર 9 દિવસ બંધ રહેશે.

આ રજાઓમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. સાપ્તાહિક રજાઓ સિવાય સપ્ટેમ્બરમાં શેરબજારમાં કોઈ ખાસ રજાઓ ન હતી. મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર 2જી ઓક્ટોબર 2024ના રોજ એટલે કે આવતા સપ્તાહે ટ્રેડિંગ માટે બંધ રહેશે.

આ વર્ષે આ પ્રસંગોએ શેરબજાર બંધ રહેશે

દિવાળી અને લક્ષ્મી પૂજાના કારણે શેરબજાર 1 નવેમ્બર 2024ના રોજ ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન થશે. આ સત્ર મુહૂર્ત ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. આ સિવાય 15 નવેમ્બર 2024 ના રોજ ગુરુ નાનક જયંતિના અવસર પર બજાર બંધ રહેશે. ક્રિસમસના અવસર પર 25 ડિસેમ્બર 2024ના રોજ શેરબજાર બંધ રહેશે.

ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય છે?
નવરાત્રીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવો રાજેશ આહિરના ગીત સાથે
અહીં મળે છે સસ્તો દારૂ, જાણો શા માટે દરેક રાજ્યમાં દારૂની કિંમત અલગ-અલગ હોય?
તૂટેલા દિલ સિવાય દરેક તૂટેલી વસ્તુને ચીપકાવનાર Fevikwik કેમ તેની બોટલમાં નથી ચીપકતી
Increase Platelets Count : ક્યું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે?
આજનું રાશિફળ તારીખ : 27-09-2024

શેરબજાર કામકાજ માટે સપ્તાહના દિવસોમાં સવારે 9.15 થી બપોરે 3.30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, જેમાં 6 કલાક અને 15 મિનિટના ટ્રેડિંગ સેશન હોય છે. શનિવાર અને રવિવાર બંને દિવસે શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહે છે. શનિ-રવિ ઉપરાંત તહેવારો જેવા ખાસ દિવસોમાં બજાર બંધ રહે છે.

આવતીકાલે શનિવાર 28 સપ્ટેમ્બરે શેરબજાર ખુલશે. શેરબજારમાં ટ્રેડિંગ સેશન પણ રહેશે. હવે તમે વિચારતા હશો કે શું તમે આવતીકાલે શેરબજારમાં વેપાર કરી શકશો? શેર ખરીદી અને વેચી શકે છે? તમને જણાવી દઈએ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ 28 સપ્ટેમ્બર 2024 ના રોજ એક મોક ટ્રેડિંગ સેશનનું આયોજન કર્યું છે.આવતીકાલે NSEમાં કેપિટલ માર્કેટ અને F&O (ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ) સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે.

આ ટ્રેડિંગ NSEની ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી કરવામાં આવશે. જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈપણ કટોકટીની સ્થિતિમાં પણ એક્સચેન્જની સેવા સરળતાથી ચાલી શકે. આ સમયગાળા દરમિયાન, બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે એક્સચેન્જનું ઇમરજન્સી ચેકિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2024 સુધી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી લાઇવ ટ્રેડિંગ પણ કરવામાં આવશે. જેથી કોઈપણ સંકટ સમયે તંત્રની સજ્જતાનું મૂલ્યાંકન કરી શકાય.

g clip-path="url(#clip0_868_265)">