પક્ષદ્રોહ-પ્રજાદ્રોહ કોંગ્રેસે કોને હરાવવા આપ્યો આ નારો, પેટા ચૂંટણી માટે ભાજપે શરુ કર્યુ પ્રચાર અભિયાન

ગુજરાતમાં ભાજપે રાજ્યની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે સત્તાવાર પ્રચાર અભિયાનની શરુઆત કરી દીધી છે. જેની જાહેરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમદાવાદના અમરાઈવાડી વિધાનસભામાં કરી પણ કોંગ્રેસની રણનીતિ કંઇક જુદા પ્રકારની છે. કોંગ્રેસ આમ તો એક બેઠકને બાદ કરતા 6 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે. જેમાં 2 ઉમેદવારોને હરાવવા માટે પક્ષદ્રોહ-પ્રજાદ્રોહનો નારો બલુંદ […]

પક્ષદ્રોહ-પ્રજાદ્રોહ કોંગ્રેસે કોને હરાવવા આપ્યો આ નારો, પેટા ચૂંટણી માટે ભાજપે શરુ કર્યુ પ્રચાર અભિયાન
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Sep 14, 2019 | 7:31 AM

ગુજરાતમાં ભાજપે રાજ્યની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે સત્તાવાર પ્રચાર અભિયાનની શરુઆત કરી દીધી છે. જેની જાહેરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમદાવાદના અમરાઈવાડી વિધાનસભામાં કરી પણ કોંગ્રેસની રણનીતિ કંઇક જુદા પ્રકારની છે. કોંગ્રેસ આમ તો એક બેઠકને બાદ કરતા 6 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે. જેમાં 2 ઉમેદવારોને હરાવવા માટે પક્ષદ્રોહ-પ્રજાદ્રોહનો નારો બલુંદ કરશે.

ગુજરાતમાં અમરાઇવાડી, રાધનપુર, બાયડ, ખેરાલુ, લુણાવાડા, મોરવા હડફ અને થરાદ બેઠક ઉપર ગણતરીના દિવસોમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, પરિણામે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પેટા ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી લીધી છે. મહત્વની વાત એ છે કે ભાજપ 7 બેઠક જીતીને સાબિત કરવા માંગે છે કે તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી, જ્યારે કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓની સાથે પક્ષ પલ્ટુઓને હરાવવા માટેની રણનીતિ સાથે મેદાને ઉતરશે.

મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું છે કોંગ્રેસની રણનીતિ

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે કોંગ્રેસે પેટા ચૂંટણીમાં દમખમ સાથે લડશે,પ્રદેશના તમામ મોટા નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિરુધ્ધ પાર્ટી પક્ષદ્રોહ-પ્રજાદ્રોહનું કેમ્પેઈન ચલાવશે. કારણ કે કોંગ્રેસે આ બન્ને નેતાઓને તેમનામાં આવડત કરતા પણ વધુ આપ્યુ હતુ.

છતાં તેઓએ વ્યક્તિગત મહત્વકાંક્ષાથી ભાજપમાં ગયા, પ્રજા તેમનો હિસાબ ચુકતે કરશે, તે સિવાય પાર્ટી મોરવા હડફ બેઠક માટે કાયદાકીય લડાઈના નિર્ણય ઉપર નજર રાખી રહી છે, જો સુપ્રિમ કોર્ટમાંથી આ બેઠક ઉપર સ્ટે મળશે તો તે બેઠક પર તૈયારી કરવાનો કોઈ મતલબ નથી, જો પેટા ચૂંટણીની તારીખો જાહેર થશે તો અમે તૈયાર છીએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે ભાજપની રણનીતિ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે તેઓએ પેટા ચૂંટણી માટે અમરાઇવાડીથી પ્રચારની શરૂઆત કરી છે, જ્યારે પાર્ટીના અન્ય નેતાઓ માને છે કે ભાજપે 7 બેઠકો જીતવા માટે 14 દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી છે. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાને સવિશેષ જવાબદારી સોંપવામા આવી છે.

ત્યારે ભાજપને ચિંતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની છે. કારણ કે ભાજપને લાગે છે કે જો અલ્પેશ ઠાકોર વિરુધ્ધ ચૌધરી કોમ્યુનિટી વિરોધમાં જશે તો તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, ત્યારે ધવલ સિંહ ઝાલા માટે બાયડ માટે પણ રિપોર્ટ સારો નથી, કારણ કે મતદાતાઓએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર બન્નેને જીતાડ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા

અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા હાલ ભાજપમાં રાધનપુર અને બાયડમાં ટિકિટ મળશે, તેમ માનીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે, અલ્પેશ ઠાકોર તો શંકર ચૌધરીની પણ મદદ લઇ રહ્યા છે. જેથી રાધનપુરમાં ચૌધરી અને ઠાકોરના ગઠજોડથી અલ્પેશ ઠાકોર જીતી શકે, અલ્પેશ ઠાકોર વિવિધ ગામોના સરપંચોના સંમેલન થકી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે.

ભાજપના ઠાકોર નેતાઓ અત્યારે પણ અલ્પેશને સપોર્ટ કરવાના મુડમાં નથી, તેવી જ રીતે ધવલસિંહ ઝાલા બાયડમાં પ્રચાર તો કરી રહ્યા છે પણ તેમને પણ જિલ્લા સ્તરના ભાજપ સંગઠનનો સહયોગ નથી મળી રહ્યો, જેથી તેઓ હવે એકલા ચાલોની નીતિ અપનાવી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">