જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ કચ્છમાં તમામ એજન્સીઓ હાઇ એલર્ટ પર, સ્પેશિયલ કમાન્ડો રાખી રહ્યાં છે બાજ નજર
જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવાર બપોરે સૈન્ય જવાનો પર થયેલા આંતકી હુમલા પછી સમગ્ર દેશ એલર્ટ પર છે. ત્યારે ગુજરાતના સૌથી સંવેદનશીલ કહી શકાય તેવા કચ્છમાં પણ તમામ ગુપ્તચર એજન્સી સહિતના સુરક્ષાબળો સજ્જ થઈ ગયા છે. ગઇકાલ રાતથી જ કચ્છના મહત્વના પોર્ટ, માછીમારી બંદરો, ચેકપોસ્ટ અને લેન્ડિંગ પોઇન્ટ પર સુરક્ષા વ્યવસ્થા સધન કરાઇ હતી અને જે આજે પણ […]
જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવાર બપોરે સૈન્ય જવાનો પર થયેલા આંતકી હુમલા પછી સમગ્ર દેશ એલર્ટ પર છે. ત્યારે ગુજરાતના સૌથી સંવેદનશીલ કહી શકાય તેવા કચ્છમાં પણ તમામ ગુપ્તચર એજન્સી સહિતના સુરક્ષાબળો સજ્જ થઈ ગયા છે.
ગઇકાલ રાતથી જ કચ્છના મહત્વના પોર્ટ, માછીમારી બંદરો, ચેકપોસ્ટ અને લેન્ડિંગ પોઇન્ટ પર સુરક્ષા વ્યવસ્થા સધન કરાઇ હતી અને જે આજે પણ સમગ્ર કચ્છમાં ચાલુ રખાઇ છે. કચ્છના બોર્ડર રેન્જ આઇ.જી.એ જણાવ્યું હતું કે સ્પેશિયલ પોલીસ ફોર્સ સહિત કચ્છના તમામ મહત્વના સ્થળ પર શંકાસ્પદ વ્યક્તિઓ અને કચ્છની તમામ જગ્યાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે.
અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સજ્જ છે. કચ્છના જખૌ, કંડલા અને મુન્દ્રા જેવા મહત્વના સ્થળો સાથે અટપટ્ટી ક્રિક અને દરિયાઇ વિસ્તાર સહિત કચ્છના મહત્વના મુખ્ય માર્ગો પર પોલીસનું વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.
BSF સહિતની એજન્સીઓ પણ એલર્ટ પર
અટપટ્ટી ક્રિક અને હરામીનાળા સહિતના સંવેદનશીલ વિસ્તારો કચ્છમાં આવતા હોઇ કચ્છમાં પાછલા થોડા દિવસોમાં બોર્ડર નજીક બનેલી મહત્વની ઘટના અને ઘૂસણખોરી સહિતની બાબતોને લઇને ગાંધીનગર ખાતે એક બેઠક પણ મળી હતી. જેમાં આ તમામ બાબતોને લઇને બેઠકમાં ચર્ચા કરવા સાથે સુરક્ષા વધારવા માટે સૂચના અપાઇ હતી. તેવામાં બી.એસ.એફ મરીન તથા અન્ય બોર્ડર પર તૈનાત બટાલિયન દ્વારા રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા વ્યવસ્થા કરાઇ રહી છે. તો પોલીસ દ્રારા કૅમલ પેટ્રોલિંગ તથા બોર્ડર નજીકના ગામોમાં ફૂટ પેટ્રોલિંગ સાથે સ્પેશિયલ કમાન્ડોની ટીમ સાથે મહત્વની તમામ બ્રાન્ચને એલર્ટ પર રાખી ચેકિંગ અને નજર રખાઇ રહી છે.
[yop_poll id=1451]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]