JUNAGADH: કેશોદમાં 2,000 મતદારોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

જુનાગઢ (JUNAGADH)ના કેશોદના વોર્ડ નંબર 6માં 2,000થી વધુ મતદારો છે. વોર્ડ નંબર 6ના આ મતદારોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 26, 2021 | 4:28 PM

જુનાગઢ (JUNAGADH)ના કેશોદના વોર્ડ નંબર 6માં 2,000થી વધુ મતદારો છે. વોર્ડ નંબર 6ના આ મતદારોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. પાલિકાએ 35 વર્ષ જુનો રસ્તો બંધ કરતા આ તમામ મતદારો રોષે ભરાયા છે. જો રસ્તો ખોલવામાં નહીં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ તમામ મતદારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેશે અને સામુહિક રીતે ચૂંટણીનો બહિષ્કાર કરશે. જુનાગઢના કેશોદમાં પાલિકાએ 35 વર્ષ જુનો રસ્તો બંધ કરાતા વોર્ડ નંબર 6ના મતદારો લડી લેવાના મુડમાં છે. આ મતદારોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી તો આપી જ છે, આ સાથે ચૂંટણી પહેલા પોતાની માંગને લઈને વિવિધ કાર્યક્રમો કરશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. વોર્ડ નંબર 6ના મતદારોનો રોષ તમામ રાજકીય પક્ષોને ભારે પડી શકે છે.

 

 

આ પણ વાંચો: પદ્મશ્રી પુરસ્કાર પર બોલ્યા SINDHU TAI, આ એવોર્ડ મારી ઝોલી ભરનારના બાળકોનો, બાકી જે બચ્યું તે મારું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">