રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પરથી રાજીનામું આપશે તો બીજી તરફ લોકસભામાં આ પદ પર નિમણૂક થઈ શકે છે
લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી હજુ પણ પોતાના રાજીનામાની જીદ પર અટક્યા છે. ત્યારે રાજીનામા મુદ્દે આજે ફરી બેઠકનો દૌર શરૂ કરાઈ રહ્યો છે. ગઈકાલે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને સચિન પાયલોટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ મુલાકાત શક્ય બની નહોતી. તો બીજી તરફ […]
લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી હજુ પણ પોતાના રાજીનામાની જીદ પર અટક્યા છે. ત્યારે રાજીનામા મુદ્દે આજે ફરી બેઠકનો દૌર શરૂ કરાઈ રહ્યો છે. ગઈકાલે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને સચિન પાયલોટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ મુલાકાત શક્ય બની નહોતી. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પોતાના રાહુલ સાથે મુલાકાત કરીને સમજાવવાની કોશિશ કરી હતી.
INC likely to choose it's new national president due to Rahul Gandhi's determination to resign.#Tv9News pic.twitter.com/EZSeL6nRiJ
— Tv9 Gujarati (@tv9gujarati) May 29, 2019
માહિતી મુજબ રાહુલ ગાંધી પોતાના રાજીનામા પર અડગ છે ત્યારે અન્ય કોઈ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. સાથે બીજા મોરચા પર રાહુલ ગાંધી જો કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડી દેશે તો તે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી પામી શકે છે.