રશિયન મહિલાની સાથે વીડિયો લીક થવા પર ઓસ્ટ્રિયામાં તુટી ગઈ સરકાર!

ઓસ્ટ્રિયામાં ફ્રીડમ પાર્ટીના નેતાનો રશિયન મહિલા સાથે એક વીડિયો લીક થવા પર સરકાર તુટી ગઈ છે. ઓસ્ટ્રિયાઈ ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જ સંસદના વિશેષ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સર્મથન મેળવી શકી નહી. વીડિયો લીક થવા પર છેલ્લા એક મહિનાથી ઓસ્ટ્રિયામાં રાજનીતિક સંકટની સ્થિતી ઉભી થઈ હતી. સેબેસ્ટિયન કુર્જના નેતૃત્વમાં ઓસ્ટ્રિયામાં ગઠબંધનની સરકાર હતી. વીડિયો સામે આવવા પર […]

રશિયન મહિલાની સાથે વીડિયો લીક થવા પર ઓસ્ટ્રિયામાં તુટી ગઈ સરકાર!
Follow Us:
| Updated on: May 30, 2019 | 3:56 AM

ઓસ્ટ્રિયામાં ફ્રીડમ પાર્ટીના નેતાનો રશિયન મહિલા સાથે એક વીડિયો લીક થવા પર સરકાર તુટી ગઈ છે. ઓસ્ટ્રિયાઈ ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જ સંસદના વિશેષ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સર્મથન મેળવી શકી નહી. વીડિયો લીક થવા પર છેલ્લા એક મહિનાથી ઓસ્ટ્રિયામાં રાજનીતિક સંકટની સ્થિતી ઉભી થઈ હતી.

સેબેસ્ટિયન કુર્જના નેતૃત્વમાં ઓસ્ટ્રિયામાં ગઠબંધનની સરકાર હતી. વીડિયો સામે આવવા પર કુર્જના સહયોગી ગઠબંધન પાર્ટીના નેતાએ રાજીનામું માગી લીધુ. ત્યારબાદ તે પાર્ટીના ઘણાં મંત્રીઓએ પણ રાજીનામું આપી દીધુ. તેનાથી કુર્જની સરકાર લઘુમતીમાં આવી ગઈ. વીડિયોમાં કુર્જની ગઠબંધનની સરકારના ઘણાં મંત્રી એક રશિયન મહિલાની સાથે જોવા મળ્યા હતા. ફ્રીડમ પાર્ટીના નેતા અને સરકારમાં વાઈસ ચાન્સેલર રહેલા હેનિજ ક્રિશ્ચિયન સ્ટાર્કે એક રશિયન મહિલાની સાથે કોઈ ડીલની વાત કરી રહ્યાં હતા.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

સ્ટાર્કે રશિયન મહિલાને ઓસ્ટ્રિયન અખબાર ક્રોનેન જિતુંગની 50 ટકા ભાગીદારી ખરીદવા અને સ્ટાર્કેની ફ્રીડમ પાર્ટીના પક્ષમાં કવરેજ કરવાની ઓફર કરી, તેના બદલામાં સ્ટાર્કે તેને સરકારી કોન્ટ્રાક્ટ આપવાનો વાયદો પણ કર્યો. મળતી માહિતી મુજબ આ મહિલા કોઈ રશિયન બિઝનેસમેનની ભત્રીજી છે. આ મુલાકાત સ્પેનના ઈબિસાના એક ખાનગી વિલામાં થઈ હતી.

આ પણ વાંચો: તમારા મુત્યુ પછી ઓટોમેટિક ડિલીટ થઈ જશે તમારૂ ગૂગલ એકાઉન્ટ!

સ્ટાર્કેની પાસે બેઠેલી રશિયન મહિલાની સાથે સિગરેટ અને દારૂ પીતા નજરે આવી રહ્યા છે. તે દરમિયાન તેમની પાર્ટીના નેતા જોહાન્ના ગુડનેસ પણ હાજર હતા. સ્ટાર્કે તેમના પદથી રાજીનામું આપ્યા પછી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં કહ્યું કે તે ગેરકાયદેસર રાજકીય હત્યાનો શિકાર બન્યા. મેં નશામાં ખોટું વર્તન કર્યુ. હું ચોક્કસપણે કહું છું કે હું મૂર્ખ હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">