ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નીતિન પટેલ સાથે દોઢ કલાક સુધી મુલાકાત કરી, ભાજપમાં જોડાઈ શકે છે
લોકસભાની ચૂંટણીની બાદ ફરી એકવાર અલ્પેશ ઠાકોર ચર્ચામાં આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દોઢ કલાક સુધી ચાલી. જેમાં અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલાએ પણ મુલાકાત કરી. બેઠક બાદ બન્ને રવાના થયા છે. તો ફરી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવાં એંધાણ વર્તાય રહ્યાં છે. મહત્વનું છે કે વડાપ્રધાન […]
લોકસભાની ચૂંટણીની બાદ ફરી એકવાર અલ્પેશ ઠાકોર ચર્ચામાં આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દોઢ કલાક સુધી ચાલી. જેમાં અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલાએ પણ મુલાકાત કરી. બેઠક બાદ બન્ને રવાના થયા છે. તો ફરી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવાં એંધાણ વર્તાય રહ્યાં છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના બીજા દિવસે જ અલ્પેશે નાયબ મુખ્યુપ્રધાન સાથે મુલાકાત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે અલ્પેશે ચૂંટણી દરમિયાન જ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ કોંગ્રેસ દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો હતો. કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકરોનું ધારાસભ્યપદ રદ કરવાની અરજી કરાઈ હતી. ચૂંટણી અગાઉ એવી પણ ચર્ચા ચાલી હતી કે અલ્પેશ ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ સમયાંતરે અલ્પેશે ભાજપમાં જોડાવાની વાતને નકારી હતી.