માણાવદરમાંથી ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડાએ ગુજરાતીમાં શપથ ન લેતા આ ભાષામાં કરી પ્રતિજ્ઞા
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોએ પેટાચૂંટણીમાં ફરી જીત મેળવીને આજે શપથ લીધા હતો. ચાર ધારાસભ્યો પૈકી માણાવદરના જવાહર ચાવડાએ ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં ઓથ લીધી હતી. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ચેમ્બરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જિતુ વાઘાણી સહિતના નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જવાહર ચાવડા સિવાય રાઘવજી પટેલ, આશા પટેલ, પરષોત્તમ સાબરિયાએ પણ શપથ ગ્રહણ […]
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોએ પેટાચૂંટણીમાં ફરી જીત મેળવીને આજે શપથ લીધા હતો. ચાર ધારાસભ્યો પૈકી માણાવદરના જવાહર ચાવડાએ ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં ઓથ લીધી હતી. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ચેમ્બરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જિતુ વાઘાણી સહિતના નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જવાહર ચાવડા સિવાય રાઘવજી પટેલ, આશા પટેલ, પરષોત્તમ સાબરિયાએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ બાદ નેતાઓએ એક બીજાને મોં મીઠુ કરાવી અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચોઃ જાણો કેમ સાંસદે DSPને કરી સલામ, જોતા રહી ગયા આજુબાજુના લોકો
મહત્વનું છે કે જવાહર ચાવડા સારું અંગ્રેજી જાણે છે તે તો લોકોને આજે ખબર પડી ગઈ છે. આમ છતાં ભાજપમાં જોડાયા ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તોછડાઈ ભાષાનો ઉપયોગ કરતા દેખાયા હતા. એ બાદ પણ જવાહર ચાવડાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં પત્રકારોને ઉલ્લેખીને ટિપ્પણી પણ કરી હતી.