Arvind Kejriwal ગુરુવારે આવશે સુરત, રોડ શો કરીને લોકોને માનશે આભાર

ગુજરાતના સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર કબજો મેળવ્યો છે. જેના પગલે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુરુવારે વિજય ઉત્સવ મનાવવા સુરત આવશે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 23, 2021 | 7:35 PM

ગુજરાતના સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર કબજો મેળવ્યો છે. જેના પગલે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના સીએમ Arvind Kejriwal  ગુરુવારે વિજય ઉત્સવ મનાવવા સુરત આવશે. આ દરમ્યાન તેવો સુરતમાં રોડ શો પણ આયોજિત કરશે. આ ઉપરાંત Arvind Kejriwal એ ટવીટ કરીને ગુજરાતના લોકોનો આભાર માન્યો હતો. તેમણે ટવીટ કરીને લખ્યું હતું કે, ‘નવી રાજનીતિની શરૂઆત કરવા બદલ ગુજરાતના લોકોના દિલથી અભિનંદન.’

ગુજરાતમાં વર્ષ 2021માં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામોએ નવા રાજકીય સમીકરણો ઉમેર્યા છે. જેમાં ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપે છ મહાનગરપાલિકામાં પોતાની સત્તા જાળવી રાખી છે. જો કે આ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં સામે આવેલા નવા પરિવર્તનમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પાટીદાર વિસ્તારોમાં 27 બેઠકો પર વિજય મેળવીને વિધિવત રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. જેમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાટીદાર આંદોલનનો ચહેરો એવા ગોપાલ ઇટાલિયાને પ્રમુખ બનાવીને પોતાની લક્ષ્ય સાંધી લીધું છે.

આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો પર વિજય મેળવ્યો છે. તેમજ આ ઉપરાંત અન્ય મહાનગરપાલિકામાં અનેક સ્થળોએ અન્ય પાટીના ઉમેદવારોને ટક્કર આપી છે. તેના પરથી એ બાબત સ્પષ્ટ થઇ રહી છે. લોકો માટે ભાજપના વિકલ્પ તરીકે હવે આમ આદમી પાર્ટીને જોવે છે. તેમજ લોકો હવે કોંગ્રેસ પક્ષના બદલે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપતા નજરે પડી રહ્યાં છે.

આમ આદમી પાટીએ આ વખતે ગુજરાતમાં સ્વચ્છ શાસન અને ભ્રષ્ટાચારના મુદ્દા સાથે લોકો સમક્ષ ગયા હતા. તેમણે રાજયમાં શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં દિલ્હીના આમ આદમી પાટી સરકારના મોડેલને પણ લોકો સમક્ષ મૂક્યું હતું. તેમજ આ વખતે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ચુંટણી પૂર્વે પ્રવાસ કરીને લોકોમાં વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">