
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0 : આ યોજના યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. આ અંતર્ગત 20 લાખ યુવાનોને તાલીમ આપવાનું અને 1000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને હબ અને સ્પોક મોડલમાં વિકસાવવાનું લક્ષ્ય છે. આ યોજના દ્વારા બેરોજગારી ઘટાડવા અને યુવાનોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુદ્રા લોન યોજના (2024 અપડેટ) : નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા મુદ્રા લોન યોજના 2024 માં અપડેટ કરવામાં આવી. આ અંતર્ગત, ₹50,000 થી ₹10 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ (ARHC) યોજના : આ યોજના શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબોને પોસાય તેવા ભાડાના મકાનો આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા રહેણાંક સંકુલોનું નિર્માણ અને સંચાલન કરવામાં આવશે.