આ જાપાની વ્યક્તિનું કહેવુ છે કે તેને બાળપણથી પ્રાણીઓ પ્રત્યે ખાસ સંબંધ હતો. તેણે ટીવી પર એનિમલ સૂટ જોયો હતો, જેને કારણે તેને વરુ પ્રત્યે પ્રેમ જાગ્યો હતો. તેથી તેણે વરુ બનવા માટે લાખો રુપિયા ખર્ચી કાઢ્યા હતા.
મીડિયા રિપોર્ટસ અનુસાર, ટીવી પરની જાહેરાત જોઈ આ વ્યક્તિએ વરુનો સૂટ ઓર્ડર કર્યો હતો. સૂટ બનાવનાર કંપનીએ 50 દિવસમાં આબેહૂબ વરુ જેવો સૂટ બનાવીને આ વ્યક્તિને મોક્લયો હતો. આ સૂટને ખાસ ફીચર્સ સાથે બનાવવામાં આવ્યો છે, જેથી માણસ તેને પહેરી શકે.
આ જાપાની વ્યક્તિ પર વરુ બનવાનો જનૂન સવાર હતો, તેણે આ સૂટ માટે 30 લાખ યેન એટલે કે 18.5 લાખ ખર્ચી કાઢ્યા હતા. આ સૂટ બનવવા માટે તેણે સ્પેશલ ઈફેક્ટ્સ વર્કશોપ જેપેટ કંપનીનો સંપર્ક કર્યો હતો.
વરુ જંગલના ખતરનાક પ્રાણીઓમાંથી એક છે. આ જાપાની વ્યક્તિને બાળપણથી જ પ્રાણી બનવાનો શોખ હતો.
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેને આવો વિચિત્ર શોખ હશે. આ જાપાની વ્યક્તિનો સાચો ચહેરો સામે નથી આવ્યો પણ તેના વરુ અવતારના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Published On - 6:33 pm, Mon, 2 January 23