
ચંદન સૂર્ય અને ચંદ્ર ગ્રહનું પ્રતિક છે. શાંતિ અને સમૃદ્ધિ વધે છે.શરીર પર ચંદન લગાવવાથી માનસિક શાંતિ મળે છે. ધંધા અને નોકરીમાં સફળતા મળે છે. રવિવારે ચંદન લાવી પૂજામાં ઉપયોગ કરો, ઘર અને વ્યવસાયમાં પોઝિટિવ એનર્જી આવશે. ( Credits: Getty Images )

સૂર્યદેવને ગુલાબ અને કુમકુમ અતિ પ્રિય છે. શુભતા અને ધનલક્ષ્મી ઘરમાં રહે છે. ગુલાબજળ અથવા ગુલાબની અગરબત્તી ઉપયોગ કરવાથી પોઝિટિવ એનર્જી મળે છે.દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધે છે. રવિવારે લાલ ગુલાબની ખરીદી કરવી અને પૂજામાં ધરવી શુભ ફળ આપે છે. ( Credits: Getty Images )

રવિવાર એ સૂર્ય દેવનો દિવસ છે. તમે રવિવારના દિવસે ભગવાન સૂર્યને જળ અર્પણ કરી શકો છો. આ સાથે તમે સૂર્ય મંત્રોનો જાપ પણ કરી શકો છો. આમ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. ( Credits: Getty Images )

ઘી અને અનાજનું મહત્વ તમામ શાસ્ત્રોમાં જણાવ્યું છે. ઘી આરોગ્ય માટે ઉત્તમ છે અને ધાર્મિક રીતે શુભ માનવામાં આવે છે. અનાજ દાન કરવાથી ગરીબી દૂર થાય છે અને ધનલક્ષ્મીના આશીર્વાદ મળે છે. ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ રહે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )