જાણો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત અન્ય જિલ્લામાં ક્યારે યોજાશે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’, જાણો

|

Jan 09, 2025 | 12:12 PM

ગુજરાતમાં પર્યટન વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમજ મોટી સંખ્યામાં પર્યટકો રાજ્યમાં આવ્યા અને રાજ્યના સ્થાનિક મેળા-તહેવાર લોકો વચ્ચે વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. રાજ્યના પર્યટન વિભાગે કલાને લોકપ્રિય બનાવવા મેળા અને તહેવારનું આયોજન કર્યું છે. રાજ્યની સંસ્કૃતિ, હસ્તશિલ્પ, વાસ્તુકલા, ધાર્મિક અને અનેક સ્થળો લોકપ્રિય બન્યા છે.

1 / 6
ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે, મકરસંક્રાતિના તહેવારનું વિશેષ મહત્વ છે. રાજ્યભરમાં પતંગ પ્રેમીઓ રંગબેરંગી પંતગો ઉડાવી ઉત્તરાયણનો ઉત્સવ મનાવે છે. ગુજરાતના ઉત્તરાયણના ઉત્સ્વને વિશ્વ સ્તરે પ્રસિદ્ધ બનાવવા માટે દેશભરથી પતંગ ઉડાવવા લોકો ગુજરાતમાં આવે છે.

2 / 6
પતંગબાજને પતંગ ઉડાવવા આમંત્રિત કરવા માટે દર વર્ષે રાજ્યમાં 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ'નું આયોજન કરવામાં આવે છે.'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' લોક સંસ્કૃતિ, કલા હસ્તકલા અને પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

3 / 6
પહેલા માત્ર અમદાવાદ શહેરમાં આયોજિત થનાર પતંગ ઉત્સવ હવે રાજ્યના અલગ અલગ જિલ્લામાં પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025’નું આયોજન કરવામાં આવ્યું છે.

4 / 6
 આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ધાટન સમારોહ 11 જાન્યુઆરીના રોજ સવારે 9કલાકે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજિત કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પર્યટન મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહેશે.

5 / 6
રાજ્યના અલગ અલગ જિલ્લાની આપણે વાત કરીએ તો, 12 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરામાં પતંગ મહોત્સવ યોજાશે. 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર બીચ, ધોરડોમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.

6 / 6
 આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોના 143 પતંગબાજ અને ભારતના અન્ય 11 રાજ્યના 52 પતંગબાજ ભાગ લઈ રહ્યા છે. આ સિવાય ગુજરાત રાજ્યમાંથી 11 શહેરના 417 પતંગબાજો ભાગ લેશે.

Next Photo Gallery