Travel Tips : જો તમે ખાવાના શોખીન છો તો ગુજરાતના આ સ્થળોએ ફરવાનો પ્લાન બનાવો, પેટની સાથે તમારું મન પણ ખુશ થશે
જો તમે ફરવાની સાથે ખાવા-પીવાના શોખીન છો, તો ગુજરાતના આ શહેરોમાં ફરવાનો પ્લાન જરુર બનાવો. આજે તમને કેટલાક એવા ફરવા લાયક સ્થળો વિશે જણાવીશું જે ફરવાની સાથે સાથે તેમના ફેમસ ફુડ માટે પ્રખ્યાત છે.
1 / 8
જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમને વિવિધ પ્રકારના ફૂડ પસંદ છે, તો આજ તમને એવા કેટલાક શહેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ફૂડ ખૂબ ફેમસ છે. જો તમે ફરવાની સાથે સાથે ખાવા-પીવાના શોખીન છો, તો ગુજરાતના આ સ્થળોની મુલાકાત લેવાનું ચોક્કસ પ્લાન કરો.
2 / 8
તો તમે નાતાલ અને નવા વર્ષ પર આ શહેરોમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો.
3 / 8
અમદાવાદ શહેરમાં તમે 3 થી 4 દિવસ ફરો તો પણ ફરવા માટેના સ્થળો પુરા ન થાય એટલા ફરવા લાયક સ્થળો આવેલા છે. અમદાવાદની પાણીપુરી હોય કે પછી રાયપુરના ભજીયા અને નવતાડના સમોસા ખુબ જ ફેમસ છે.
4 / 8
રાજકોટનું નામ તમામ બાબતોમાં આગળ હોય છે. ફુડની વાત આવે તો સૌથી પહેલા તો તમે રાજકોટની ચા ટેસ્ટ કરજો. અહિ દરેક ખુણે ખુણે ચાના મોટા સ્ટોલ આવેલા હોય છે. ચાની ચુસ્કી તમારો તમામ થાક દુર કરી નાંખે તેવી હોય છે. ઉનાળામાં રાજકોટના ગોલા ખુબ ફેમસ છે.
5 / 8
કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા આની સાથે કચ્છની દાબેલી પણ ખુબ જ ફેમસ છે. હવે તો અન્ય શહેરોમાં પણ કચ્છી દાબેલીની દુકાનો ખુલી ચૂકી છે. કચ્છનો ગુલાબપા પણ તમે એક વખત જરુર ટેસ્ટ કરજો.
6 / 8
વડોદરાનો લીલો ચેવડો ખુબ જ ફેમસ છે. વડોદરામાં કેટલાક ફુડી લોકો સ્પેશિયલ લીલો ચેવડો ખાવા માટે વડોદરાની મુલાકાત લેતા હોય છે. ત્યારે વડોદરામાં અનેક ફરવા લાયક સ્થળો પણ આવેલા છે. જેની તમારે જરુર મુલાકાત લેવી જોઈએ. જો તમે વડોદરા જઈ રહ્યા છો તો એક વખત સેવ ઉસળ પણ જરુર ટેસ્ટ કરજો.
7 / 8
જામનગરમાં પણ ફરવા માટે અનેક સ્થળો આવેલા છે. જામનગરની બાંધણી ખુબ ફેમસ છે. જામનગરમાં તમને થોડ થોડા અંતરે ઘુઘરાની દુકાનો જોવા મળશે. જામનગરના ખાટ્ટી મીઠ્ઠી ચટણી વાળા ઘુઘરા ખુબ જ ફેમસ છે.
8 / 8
જો ફુડની વાત કરવામાં આવે તો સુરત કેમ બાકી રહી જાય. અહિ અનેક રાજ્યના લોકો રહે છે. તો સુરતીલાલા ફરવાની સાથે સાથે ફુડના પણ ખુબ જ શોખીન હોય છે. સુરતી લોચો ખુબ જ ફેમસ છે. સ્વીટની વાત કરવામાં આવે તો સુરતી ઘારી પણ તમને આંગળા ચાટતા કરાવી દે તેવી હોય છે.