Gujarati News Photo gallery Swapna sanket dream signals sign have you seen roti corp farm hair Lantern Letter toran in sleep know what it signals
સ્વપ્ન સંકેત : રોટલી, ફાનસ કે ખેતર સપનામાં દેખાયા છે? જાણો ભવિષ્યના આપશે આ સંકેત
Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે.
1 / 8
રોપણી : કોઈ પાકની રોપણી કરતા જોવું કે રોપણી કરવી તે નવી જમીન ખરીદવાના યોગ છે. સંપત્તિમાં વધારો થવાની સૂચના છે.
2 / 8
રોટલી : રોટલી ખાતા જોવી અથવા બનાવવી તે બિમાર પડવાની નિશાની છે. રોટલી વહેંચવી તે ધન-લાભના સંકેત છે તેમજ ફેંકેલી રોટલી જોવી તે વિદેશ જવાના યોગ છે.
3 / 8
લટ : સ્ત્રીઓ સપનામાં માથાની લટ બનાવતા જોવું તે અથવા લટમાં હાથ ફેરવતા જોવું તે માનસિક ચિંતા વધશે તેવું દર્શાવે છે.
4 / 8
ફાનસ : ફાનસ પ્રગટાવવું એ કામમાં અડચણ આવવાના સંકેતો છે. ફાનસ બુઝાવવું તે શુભ સંકેત માનવામાં આવ્યો છે.
5 / 8
લટકવું : સપનામાં કોઈ ચીજને પકડીને લટકવું અથવા બીજા કોઈને લટકતા જોવું તે રોકાઈ ગયેલું કામ પૂર્ણ થવાની સંભાવના દર્શાવે છે.
6 / 8
પત્ર : સપનામાં પત્ર ખોલવો, જોવો, ફાડવો કે રાખવો પરિવારની કોઈ ગુપ્ત માહિતી બહાર આવવાના સંકેતો છે. ગુપ્ત વાત બહાર આવવાથી માનસિક ટેન્શન વધશે.
7 / 8
રોજગાર : સપનામાં રોજગારની શોધમાં ભટકવું તે ધન-લાભ થવાના સંકેત આપે છે.
8 / 8
તોરણ : ઘરના પ્રવેશ દ્વાર પર તોરણ જોવું તે વધારે દુ:ખ આવશે તેની સૂચના છે. ફક્ત આંબાના પાનનું તોરણ જોવું જ શુભ માનવામાં આવ્યું છે. ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
Published On - 1:51 pm, Thu, 23 January 25