દિવાળી ટાણે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તે માટે કમિશનર અજય તોમરે નવતર અભિગમ અપનાવ્યો છે. સુરત શહેરના પોલીસ કમિશનર પોલીસ કાફલા સાથે શહેરના માર્ગ ઉપર સાઇકલિંગ શરૂ કર્યું છે.
પોલીસ કમિશનર અજય તોમરે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં જાતે રાઉન્ડ લઈ સમસ્યાઓનો તાગ પણ મેળવી રહ્યા છે.
શુક્રવારે રાત્રે તેઓએ રાજમાર્ગ પર 30 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે સાઇકલિંગ કર્યું હતું.
પોલીસ કમિશનરે મહિધરપુરા અને હીરા બજારમાં લોકો સાથે વાતચીત કરી લોકોને પડતી તકલીફો અને સમસ્યાઓ સાંભળી હતી.
સુરતના કાપડ બજાર વિસ્તાર, હીરા બજાર વિસ્તાર, આંગડિયા પેઢીઓ તથા વીઆઇપી રોડ અને વેસુ રોડ ઉપરાંત ચૌટા બજાર જેવા વિસ્તારમાં પોલીસને સતર્ક અને જનઉપયોગી કાર્ય માટે તાકિદ કરી છે
સુરત શહેરના જે તે ઝોન ના DCP અધિકારી અને સ્થાનિક પોલીસ સાથે રાખી પેટ્રોલિંગ કરવામાં આવે છે.સ્થાનિક લોકોને મળી સમસ્યા બાબતે ચર્ચા કરવામાં આવે છે બાદમાં જેતે અધિકારીને નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવે છે.