Surat: ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન, માથા પર તાંબાના ગરબા મુકી મહિલાઓ કરે છે રાસ- Photos

|

Oct 21, 2023 | 11:20 PM

Surat: સુરતમાં ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા ઉમિયાધામ મંદિરની જમીન લીધી ત્યારથી માથા પર તાંબાની ગરબી લઈને પ્રાચીન પરંપરા અનુસાર ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં મહિલાઓ માથા પર તાંબાના ગરબા લઈને પ્રાચીન પરંપરા મુજબ રાસ રમે છે. આ વખતે જી-20ની પ્લાસ્ટિક મુક્ત ભારત અને ગ્રીન સુરતની થીમ મુજબ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.

1 / 6
Surat: સુરતમાં ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા ઉમિયાધામ મંદિરની જમીન લીધી ત્યારથી માથા પર તાંબાના ગરબા લઈને પ્રાચીન રાસ રમવાના પરંપરા છે. મહિલાઓ માથા પર ગરબા સાથે રાસ રમે છે અને માતાજીની આરાધના કરે છે.

2 / 6
નવરાત્રી એટલે માતાજીની આરાધનાનું પર્વ. ગુજરાતના આ સૌથી મોટા તહેવાર વિદેશમાં પણ એટલો ખ્યાતિ પામ્યો છે. આ વર્ષે જી-20ની પ્લાસ્ટિક મુક્ત અને ગ્રીન સુરતની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.

3 / 6
ડીજેના તાલે નવયુવાનો અર્વાચીન ગરબા રમે છે ત્યારે પ્રાચીન ગરબા ઓછા જોવા મળે છે, જો કે ઉમિયાધામ દ્વારા આયોજિત આ ગરબીમાં પ્રાચીન ગરબા જ રમવામાં આવે છે. ઉમિયાધામ મંદિરમાં પરંપરાગત સાડીઓમાં સજજ થઈ મહિલાઓ માથઆ પર માતાજીનો તાંબાનો ગરબો ધારણ કરી ગરબે રમે છે. આ રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

4 / 6
અહીં મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ ગરબા થાય છે. માત્ર માતાજીના ગરબા સિવાય બીજા કોઈપણ પ્રકારના ગીત કે ડીજે અહીં વગાડવામાં આવતા નથી.

5 / 6
આ પ્રાચીન ગરબા જોવા માટે સુરત બહારથી પણ લોકો આવે છે. વિદેશથી આવતા NRI પણ અહીં ગરબા જોવા આવે છે.

6 / 6
ઉમિયાધામ મંદિરમાં આઠમના દિવસે 25000 દિવડાથી મહા આરતી પણ થાય છે. માઈ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા આરતીનો લાભ લેવા આવે છે. ઉમિયાધામ સુરતમાં પ્રાચીન સંસ્કૃતિનું ઓળખ બન્યુ છે.