Tata ગ્રુપની કંપનીના નફામાં થયો ઘટાડો, શેર પણ થયા સુસ્ત, તમારી પાસે છે આ શેર ? જાણો કંપની વિશે
ટાઇટનની બ્રાન્ડ તનિષ્કે ઓમાનના મસ્કતમાં નવો સ્ટોર ખોલીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની હાજરી મજબૂત કરી છે. આ સાથે ટાઇટનની ભારત બહાર કુલ 17 દુકાનો છે. જોકે આચનક ટાટાની આ કંપનીના નફામાં ઘટાડો જોવા મળ્યો હતો.
1 / 6
ટાટાની ટાઇટન કંપની લિમિટેડે તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ક્વાર્ટરમાં કંપનીનો નફો એક ટકા ઘટીને રૂપિયા 770 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂપિયા 777 કરોડ હતો. જોકે, ઓપરેશન્સમાંથી કંપનીની આવક 10 ટકા વધીને રૂપિયા 11105 કરોડ થઈ છે. તે જ સમયે, એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂપિયા 10103 કરોડ હતો.
2 / 6
ત્રિમાસિક પરિણામો પહેલાં, BSE પર ટાઇટનના શેરમાં થોડો ઘટાડો થયો હતો અને તે ઘટીને રૂપિયા 3463.15 થયો હતો. જાન્યુઆરી 2024માં આ શેર વધીને રૂપિયા 3,885 થયો હતો. જોકે શુક્રવારે 2 ઓગસ્ટના રોજ આ શેર બજારમાં 3,450.00 પર બંધ થયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. ઓગસ્ટ 2023માં શેરની કિંમત 2,882.60 રૂપિયા હતી. આ સ્ટોકની 52 સપ્તાહનો નીચી કિંમત છે.
3 / 6
જૂન ક્વાર્ટરમાં ટાઇટનનું વેચાણ 12.64 ટકા વધીને રૂપિયા 12223 કરોડ થયું છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 10851 કરોડ હતું. જૂન ક્વાર્ટરમાં ટાઇટનનો કુલ ખર્ચ 12.75 ટકા વધીને રૂપિયા 12,413 કરોડ થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 11.44 ટકા વધીને રૂપિયા 13,386 કરોડ થઈ છે. ક્વાર્ટર દરમિયાન જ્વેલરી બિઝનેસમાંથી ટાઇટનની આવક 10.4 ટકા વધીને રૂપિયા 11,808 કરોડ થઈ છે.
4 / 6
ટાઇટનની બ્રાન્ડ તનિષ્કે ઓમાનના મસ્કતમાં નવો સ્ટોર ખોલીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની હાજરી મજબૂત કરી છે. આ સાથે ટાઇટનની ભારત બહાર કુલ 17 દુકાનો છે. ઇન્ટરનેશનલ જ્વેલરી બિઝનેસે વાર્ષિક ધોરણે 92 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 350 કરોડ નોંધ્યા છે.
5 / 6
ટાઇટન ના મેનેજિંગ ડિરેક્ટર સી કે વેંકટરામને જણાવ્યું હતું કે, "તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં દેશમાં સોનાની આયાત પરની કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવી છે. આનાથી જ્વેલરી ઉદ્યોગ પર સકારાત્મક અસર પડશે.
6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 10:01 pm, Fri, 2 August 24