ગૌતમ અદાણીને મળશે 1,71,39,85,00,000 રૂપિયા, જાણો આટલા ક્યાં ખર્ચશે, જુઓ List

|

Jan 07, 2025 | 9:48 PM

અદાણી ગ્રુપે તેની FMCG કંપની અદાણી વિલ્મરમાં તેનો હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. તેમાં ગ્રૂપનો 44 ટકા હિસ્સો છે. વર્તમાન શેર મૂલ્ય મુજબ, જૂથને આ કંપનીમાં તેના હિસ્સાના વેચાણથી લગભગ બે અબજ ડોલર મળી શકે છે.

1 / 7
દેશના ત્રીજા સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ અદાણી જૂથે અદાણી વિલ્મરમાં તેનો હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. આનાથી જૂથને લગભગ $2 બિલિયન એટલે કે 1,71,39,85,00,000 રૂપિયા મળવાની શક્યતા છે. હિંદુ બિઝનેસલાઇનના અહેવાલ મુજબ, અદાણી જૂથ તેના ત્રણ પ્રોજેક્ટ્સમાં આ રકમનું રોકાણ કરશે. જેમાં એરપોર્ટ, ગ્રીન હાઇડ્રોજન અને એક નવો પ્રોજેક્ટ સામેલ છે.

2 / 7
આનો મોટો હિસ્સો એરપોર્ટ બિઝનેસમાં રોકાણ કરી શકાય છે. આ ગ્રુપે રિફાઈનરી, પેટ્રોકેમિકલ અને કેમિકલ બિઝનેસમાં પણ પ્રવેશની જાહેરાત કરી છે. આ માટે તેણે થાઈલેન્ડની કંપની ઈન્ડોરમા સાથે જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે.

3 / 7
અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વિલ્મરમાં હિસ્સાના વેચાણમાંથી મળેલી રકમમાંથી 1 થી 1.2 અબજ ડોલરનું રોકાણ એરપોર્ટમાં કરવામાં આવશે. તેવી જ રીતે ગ્રીન હાઇડ્રોજન બિઝનેસમાં 300 મિલિયનથી 500 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવશે. બાકીની રકમ અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળ ડિજિટલ જેવી નવી પહેલ પર ખર્ચવામાં આવશે. મંગળવારે Adani Wilmar Ltd નો શેર 328.95 પર બંધ થયો હતો.  

4 / 7
ગયા અઠવાડિયે, જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે MFCG કંપની અદાણી વિલ્મરમાંથી બહાર નીકળવાની વાત કરી હતી. આ કંપનીમાં અદાણી ગ્રુપનો 44 ટકા હિસ્સો છે. વર્તમાન શેરના ભાવ પ્રમાણે તેની કિંમત લગભગ $2 બિલિયન હશે.

5 / 7
અદાણી ગ્રુપનું કહેવું છે કે તે તેના કોર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નોન-કોર બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ ઘણા એરપોર્ટને અપગ્રેડ કરી રહી છે. નવી મુંબઈ એરપોર્ટ પણ આ વર્ષે કાર્યરત થવાની ધારણા છે. અદાણી ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. હાલમાં Adani Ports and Special Economic Zone Ld ના શેરની કિંમત 1,172.40 પર મંગળવરે બંધ થઈ હતી. 

6 / 7
કેટલાક ફંડ એરપોર્ટના વિસ્તરણ માટે ફાળવવામાં આવ્યા છે જ્યારે કેટલાક નાણાં નવા એરપોર્ટને હસ્તગત કરવા માટે રોકવામાં આવશે. અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ ગ્રીન હાઇડ્રોજનમાં રોકાણ કરી રહી છે. તેનું લક્ષ્ય 2027 સુધીમાં 1 મિલિયન ટનની વાર્ષિક ક્ષમતા હાંસલ કરવાનું છે.

7 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

Published On - 9:47 pm, Tue, 7 January 25

Next Photo Gallery